તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘પાકને ભારે પડનારી વીરાંગનાઓની ભૂમિ પર આવી છું’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પાકને ભારે પડનારી વીરાંગનાઓની ભૂમિ પર આવી છું’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંશનિવારે ટેક્સટાઇલ્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે નવનિયુક્ત મહિલા સરપંચોના સન્માન અને હસ્તકલા કારીગર ઓળખપત્ર વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે, હું ધરતી પર આવી છું, જેની બહેનોએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા થતા બોમ્બમારા વચ્ચે માત્ર 2 દિવસમાં એરપોર્ટને પુન: ધબકતું કરી પાકિસ્તાનના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું અને વીરાંગનાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું હતું કે, 2001ના ભૂકંપ બાદ કચ્છના લોક કદી ઉભા નહીં થાય એવો ભય વિશ્વમાં ફેલાયો, પરંતુ એવા ભયભીત લોકોને ખબર હતી કે, કચ્છીઓમાં સપના સાકાર કરવાની તાકાત છે. કચ્છને પુન: બેઠું કરવા સમયના ગુજરાતના ...અનુસંધાન પાના નં. 6

મુખ્યમંત્રીરહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્યોગપતિઓને કચ્છમાં સાહસ કરવા કહ્યું હતું અને ભૂકંપ બાદ કચ્છ વિશે તેમની સમજણ બદલતા કહ્યું હતું કે, કચ્છના લોકોના સખત પરિશ્રમનો ફાયદો ઉદ્યોગોને મળશે. કચ્છમાં ભૂકંપ બાદ સ્થપાયેલી વેલસ્પન ટેક્સટાઇલ કંપની આજે દેશની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે.

કેન્દ્રીય મંત્રીએ પહેલા ભુજહાટમાં હેન્ડિક્રાફ્ટ વિભાગના પાંચ દિવસીય પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત સરપંચોને ખાસ કરીને મહિલા સરપંચોને સન્માનાયા હતા. કારીગરોને ઓળખકાર્ડનું વિતરણ કરાયું હતું.

પ્રારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યે સ્વચ્છ ભારત મિશનમાં મહિલાઓની જાગૃતતાની વાત કરી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરકારની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સંસદીય સચિવ વાસણભાઇ આહિરે પણ રાજ્ય સરકાર દ્વારા કારીગરોને મળતી સહાયની જાણકારી આપી હતી. તકે ટેક્સટાઇલ મંત્રી રાજ્ય કક્ષાના અજય ટામટા, પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાપરના ધારાસભ્ય પંકજભાઇ મહેતા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નરેશભાઇ મહેશ્વરી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન હમીર ચાવડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ હાથી, ગોપાલક વિકાસ નિગમના અરજણભાઇ રબારી, ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર કેશુભાઇ પટેલ, માંડવીના ધારાસભ્ય તારાચંદભાઇ મહેતા હાજર રહ્યા હતા.

બોક્સગામડાઓમાંથી 5થી 7 હજાર મહિલા આવી

ટીનસિટીમાંવહેલી સવારથી ગામડાઓમાંથી મહિલાઓને એકઠી કરવાનો વ્યાયામ શરૂ થઇ ગયો હતો. 4 વાગ્યા સુધીમાં 5થી 7 હજાર મહિલા એકઠી થઇ ગઇ હતી, જેથી મંડપ ખીચોખીચ ભરાઇ ગયો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના ભાષણની વચ્ચે મહિલાઓએ નીકળવાનું શરૂ કરી દીધું હતું. જે તેમના ધ્યાનમાં આવતા તેમણે ભાષણ આટોપી લીધું હતું.

કબાહે : અજરખપુરમાં 2 લાખ લીટરની ક્ષમતાના પ્લાંટની તકતીનું અનાવરણ

ભૂકંપપછી ધમડકાથી ખત્રી સમાજના અજરખ બ્લોક પ્રિંટના સિદ્ધહસ્ત કારીગરોએ પોતાની કલાના નામથી અજરખપુર વસાવ્યું છે, જેમાં દિલ્લી સરકાના સંયુક્ત વિકાસ કમિશનર આલોક કુમારના નિરીક્ષણ બાદ 50 હજાર લીટરની ક્ષમતાના પ્લાંટમાં 1.5 લાખનો વધારો કરીને 2 લાખ લીટર કરી છે. જેની તકતીનું અનાવરણ કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે કરાયું હતું.

હસ્તકલાના પહેરણથી સુશોભિત મહિલા સરપંચનુ સન્માન કરી રહેલા સ્મૃતિ ઇરાની

વણકરોને 90 ટકા સહાય મળશે

કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઇચ્છા હતી કે, કચ્છ માટે હેન્ડિક્રાફ્ટ વિભાગના માધ્યમથી વિશેષ મોટો હેન્ડલૂમ પ્રોજેકટ હોય. સાંસદ વિનોદ ચાવડાએ માટે અમારા વિભાગમાં પડાવ નાખ્યો હતો, જેથી 28 કરોડની લાગતનું મેગા કલસ્ટર આવ્યું. વણકર સમાજ માટે પણ આવતા 4 માસમાં નવી યોજના આવશે, જેમાં નવા લૂમ માટે 90 ટકા સરકારના અને માત્ર 10 ટકા કારીગરને ખર્ચવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો