તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નલિયામાં ગટરના પાણી ઉભરાતાં બિમારીનો ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલિયામાં ગટરના પાણી ઉભરાતાં બિમારીનો ભય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નલિયાખાતે ગાંગરાઇ તલાવડી આવેલી છે તેમાં ગટરનું પાણી રોજ ઓવરફ્લો થવાને લીધે બિમારી ફાટી નીકળવાનો ભય ઝળૂંબી રહ્યો હોવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરાઇ છે.

નલિયા તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણ બુધિયાભાઇ ભાનુશાલીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તળાવ રોડ પર આવેલી વસાહત ગાંગરાઇ ફળિયામાં ગાંગરાઇ તલાવડી આવેલી છે જેનું દોઢ-બે વર્ષ પહેલાં બાંધકામ ગટરનો સમ્પ બનાવ્યો ત્યારે કરાયું હતું.

હવે તે ટાંકામાં રોજ ગટરનું પાણી છલકતાં વિસ્તારમાં બિમારી ફાટી નીકળી છે.

ફળિયામાં 10 થી 15 વ્યક્તિઓને ડેન્ગ્યુ જેવો ગંભીર પ્રકારનો તાવ આવ્યો છે. મચ્છરનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે. સમસ્યા સંદર્ભે લોક સંવાદસેતુ અને પ્રગતિશીલ સેવાસેતુ કાર્યક્રમમાં રજૂઆત કરતાં આઠ દિવસમાં તલાવડી ખાલી થઇ જશેની વાત કરાઇ હતી. આજે આઠ મહિના થયા કશું નથી થયું.

રાજાશાહી વખતની ગાંગરાઇ તલાવડીનું ગટર મિશ્રિત પાણી પશુઓ બિમાર પડે છે, કેટલાકના મોત પણ થયાં છે. સામાન્ય રીતે ગટર યોજનાના કામની જવાબદારી 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરની હોય છે પરંતુ આજદિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ કામ કરાયું નથી. લોકોના સ્વાસ્થ્યની ગંભીર બાબતને ધ્યાને લઇને વહેલીતકે સમ્પ દૂર કરાય તેની અનિવાર્યતા છે.

ગાંગરાઇ તલાવડીમાં ગટર સમ્પ ઓવરફ્લો થતાં રહિશો ત્રસ્ત : તાલુકા પં. સભ્યએ કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો