તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પાણીના બગાડને બદલે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીના બગાડને બદલે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાત સ્વિકારવી રહી કે, કચ્છમાં પાણી માટે વરસાદ સિવાય બીજો એકેય વિકલ્પ નથી. આમ તો સમગ્ર જગતમાં પાણી માટેનો એક માત્ર સ્ત્રોત વરસાદ છે પણ આપણા કચ્છમાં વરસાદને વધારે મહત્વ એટલા માટે આપવું જરૂરી છે કે, આપણે ત્યાં વરસાદ અન્ય વિસ્તારોની સરખામણીએ અોછો અને અનિયમીત છે. ગયા વર્ષે ભુજ શહેરમાં મોસમનો કુલ વરસાદ દોઢ ઇંચ કરતાં પણ ઓછો પડયો છે. વર્ષ 1991માં આશરે આટલો વરસાદ ભુજ શહેરમાં થયો હતો. છેલ્લા ત્રણ-ચાર વર્ષ વરસાદના સારા રહ્યા હતા. સમય દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ અને વહેતા પાણીનું ભુગર્ભમાં રિચાર્જ કરવામાં આવ્યું હોય તો વર્ષે ઉનાળો પાણી વગરનો રહે નહીં. ભુગર્ભમાં સંચિત થયેલું વરસાદી પાણી આવા કપરા સમયે ખુબ ઉપયોગી બની રહે છે એક વાત અહીં નોંધીએ કે, કપરા સમયે ભુગર્ભના પાણીનો સુંચારૂ અને વ્યવહારૂ ઉપયોગ કરવો જોઇએ. આવા સમયે ખાસ કરીને પાણીનો બગાડ તો બિલકુલ કરવો જોઇએ નહીં અને બીજી મહત્ત્વની વાત છે કે, પાણીની આપણી જરૂરીયાતને સ્વયં ઘટાડવાની પહેલ કરવી જોઇએ. જયાં એક બાલદીથી કાર્ય સંપન્ન થતું હોઇ ત્યાં અડધી બાલદીનો ઉપયોગ કરીએ તો ઉનાળો પસાર કરવામાં ઓછો શ્રમ પડશે. શહેરોમાં ખાસ કરીને ભુજ જેવા નાના શહેરોમાં પાણી બાબતે વિચારવાની ખાસ જરૂર જણાય છે. પાણીના સંદર્ભમાં વિચારધાર બદલવાની જરૂર છે. લોકમાનષમાં એક છાપ એવી છે કે, પાણી આપણા ઘર સુધી પહોંચાડવું તંત્રની ફરજ છે. સાચી વાત છે પણ આપણા ઘર સુધી પહોંચેલા પાણીનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ કરવો આપણી નૈતિક ફરજ છે. મુળભુત રીતે તો પાણી આપણી જરૂરીયાત છે માટે જરૂરીયાતને પુર્ણ કરવાની જવાબદારી આપણી છે. આપણે આપણી પાણીની જરૂરીયાતને પુર્ણ કરવા માટેના પગલાઓ લઇશું તો તંત્ર પણ અાપણને ચોક્કસ મદદરૂપ થશે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. આપણા ભુજ શહેરા ભીડનાકા પાસે આવેલા દેશલસર તળાવ નજીક આવેલી શીવરા મંડપ જાગીર વિસ્તાર બાબતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારમાં પાણી નિયમીત મેળવવા માટે પહેલ કરી ત્યારે જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિની સાથે ભુજ પાલીકાએ પણ ખુબ સહયોગ આપયો હતો. આજે વિસ્તારના લોકો દેશલસર તળાવના પરીસરમાં આવેલા વીરો કુવો દ્વારા નિયમિત પાણી મેળવી રહ્યા છે. પોતે સ્થાપેલી વિકેન્દ્રિત પાણી વિતરણ વ્યવસ્થાનું ખુબ સારી રીતે તેઓ કરી રહ્યા છે. વરસાદ આવે ત્યારે પાણીની તંગી અનુભવાય છે તે વાત આપણે જાણીએ છીએ. આમ છતા પણ આપણે પાણી બાબતે આગોતરી તૈયારી કરતા નથી ખેદજનક છે. ખલેલ પણ કુદરત પોતાની જતે સુધારી લે તેમ છે. પણ શરત માત્ર એલી છે કે, આપણે કુદરતને હકારાત્મક સહયોગ આપીએ ! પાણી મેળવવા માટે આપણે બીજા ઉપર આધાર રાખવાનું છોડીને સ્વાયત્ત પ્રયત્ન કરીશું તો કુદરત પણ આપણને સાથ આપશે કારણ કે કુદરત પોતે પણ કોઇના ઉપર આધારીત નથી.



અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો