તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મિરજાપરમાં થયેલી 70 હજારની ચોરીના કેસમાં 3 શખ્સો પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિરજાપરમાં થયેલી 70 હજારની ચોરીના કેસમાં 3 શખ્સો પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજથીનજીક મીરજાપર ગામ પાસેના હાઇવે ત્રણ રસ્તા પાસે આવેલા ખેતીના ઓજાર બનાવતા વર્કશોપમાંથી ગુરૂવારે રાત્રે થયેલી રૂ.70 હજારની ચોરીનો ભેદ ઉકાલાઇ ગયો છે.આ ચોરીને અંજામ આપનાર ભુજ અને સુખપરના ત્રણ આરોપીને પોલીસે પકડી લીધા છે.

બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,ગુરૂવારે રાત્રે મીરજાપર નજીક આવેલા વર્કશોપમાંથી 70 હજારની ચોરીનો બનાવ બહાર આવતાં સુખપરના રહેવાસી વર્કશોપના માલિક હરબીંદરસિંઘ કુલદિપસિંઘ શીખે માનકુવા પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદના આધારે પોલીસને મળેલી બાતમીના આધારે ભુજ એ-ડિવિઝન પોલીસે સુખપરના રમજાન શેરમામદ જુણેજા ,અબ્દુલસતાર ભચુ ખલીફા અને ભુજના સહજાનંદનગર ખાતે રહેતા યશ મહેન્દ્રસિંઘ શીખ નામના ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા.પકડાયેલા આરોપીની પોલીસ દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા અઠવાડિયામાં તસ્કરીના બનાવોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે બાબતે શહેરના લોકોમાં એક દહેસત ઉભી થઇ છે તેવામાં પોલીસે મીરજાપરની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લેતાં લોકોને ધરપત મળી છે.લોકોની માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ કડક થવું જોઇએ.

ઝડપાયેલી ચોર ત્રિપુટી

તસ્કરીમાં સંડોવાયેલા ભુજ અને સુખપરના ત્રણ જણ પોલીસના સકંજામાં આવી જતા ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો