તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાલિકામાં શોપ બ્રાન્ચને સમાંતર નગરસેવકનો વહીવટ ચાલે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં શોપ બ્રાન્ચને સમાંતર નગરસેવકનો વહીવટ ચાલે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકામાં શોપ બ્રાન્ચ છે, જેમાં દુકાનદારો પાસેથી લાઇસન્સ લેવા અને રિન્યૂ કરવા માટે નગરસેવક ઉઘરાણા કરતા હોવાની બૂમ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શોપ બ્રાન્ચ દ્વારા નવી દુકાનોના લાઇસન્સ અપાતા હોય છે અને રિન્યૂ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. જે માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાથી અને નિયમો મુજબની રકમ ભરી દેવાથી લાઇસન્સ આપવા અને રિન્યૂ થતા હોય છે. જે શોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ કમિટીના તાબામાં કામ કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક નગરસેવક દ્વારા જે દુકાનદારોને લાઇસન્સ રિન્યૂ કરાવવાની નોટિસ મળી હોય તે દુકાને પહોંચી જાય છે અને લાઇસન્સ રિન્યૂ કરાવવા મોટી રકમની માગણી કરે છે. એક જાણીતી સ્ટેશનરીના દુકાનમાલિક પાસે નગરસેવક રકમ વસૂલવા પહોંચી ગયા હતા, જેથી દુકાનદારે નગરપાલિકામાં ફોન કરી દીધો હતો.

કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, નગરસેવક પાલિકામાં પડ્યા પાથર્યા રહે છે અને કોઇ લાઇસન્સ કઢાવવા કે રિન્યૂ કરાવવાનું ફોર્મ લઇ આવતા નજરે પડે, તો તેની પાસેથી ફોર્મ લઇ લે છે અને કામગીરી કરાવી આપવા માટે રકમની માગણી કરવામાં આવે છે.

બપોરે લાંબી નિંદર ખેંચી લીધા બાદ કચેરી બંધ થવાની હોય ત્યારે કર્મચારીઓ પાસે લાઇસન્સ કઢાવવા અને રિન્યૂ કરાવવાના ફોર્મ ધરી દેતા હોવાથી કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે, જે બાબતે ફરિયાદોનો દોર શરૂ થઇ ગયો છે.

જાણકારોએ જણાવ્યું હતું કે, બાબતે સંબંધિત પક્ષના જિલ્લા પ્રમુખ પાસે પણ ફરિયાદો થઇ છે. જેમની વગથી ટિકિટ મેળવ્યા બાદ ચૂંટાઇને આવેલા નગરસેવકને તેના ગોડફાધરે બાબતે પૂછાણુ પણ લીધું હતું, જેથી થોડો સમય શાંત રહ્યા બાદ હવે તો અન્ય નગરસેવકો કે દુકાનદારોને સીધા ફોર્મ મળે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે, જેમાં કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાઇસન્સ લેવા અને રિન્યૂ કરવા દુકાનમાલિક પાસેથી ઉઘરાણાની બૂમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો