ચિરાગ રાવલ | અમદાવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિરાગ રાવલ | અમદાવાદ

વાહનનીઆરસીબુકમાં કંપનીના કર્મચારીની ભૂલના કારણે સુધારો કરાવવાની ફરજ પડે તો અરજદારને કોઇ ફી ચૂકવવાની થતી નહીં હોવાની અગાઉ રાજ્યના વાહનવવ્યવાહર મંત્રીએ જાહેરાત કરી હોવા છતાં રાજ્યની વિવિધ આરટીઓમાં આરસીબુકની કંપની બિન્દાસ્તપણે ચાર્જની વસૂલાત કરે છે.

ભુજના અગ્રણીય આરટીઓ એજન્ટ અને એક્ટિવિસ્ટ આરટીઆઇમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યની 10 જેટલી આરટીઓએ છેલ્લા ચાર વર્ષમાં સવા કરોડ જેટલી રકમ વસૂલી છે. 37માંથી ચાર આરટીઓએ જવાબ આપવા ઇન્કાર કર્યો છે. જ્યારે દસ આરટીઓએ કોઇ જવાબ આપ્યો નથી.

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી જાહેરાત કરે પછી પણ કંપનીઓ બિન્દાસ્તપણે ચાર્જ વસૂલતી હોવાનું વારંવાર બહાર આવ્યું છે. તેમછતાં રાજ્યની વાહનવ્યવહાર સચિવ કે કમિશનર કોઇ પ્રકારના પગલાં ભરતા નથી. એટલું નહીં નિયમ વિરુદ્ધ દંડનો ભોગ બનનાર અરજદારો આરટીઆઇમાં માહિતી માંગે તો પૂરતી માહિતી પણ આપવામાં આવતી નહીં હોવાનો રોષ વ્યક્ત કરતા આરટી એક્ટિવિટસ તુલસીદાસ કે ઠક્કરે જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ નામ-સરનામા સહિત કોઇ નાની-મોટી ભૂલ કરે છે અને ભૂલ સુધારવા માટે અરજદારને રૂપિયા 200 ચૂકવવા પડે છે. રકમ તો આરટીઓમાં આપવાની છે. સિવાય એજન્ટને આપવાની થતી રૂપિયા 100થી લઇ 300 સુધીની રકમ અલગ ખર્ચવી પડે છે. આમ અરજદારને 500 સુધીનો ખર્ચ થાય છે. સૂત્રો કહે છે કે સરકારના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હોવા છતાં આરટીઓ અધિકારીઓ તેમની જવાબદારી નિભાવતા નહીં હોવાથી અરજદારો પાસે ખોટી ફી વસૂલાય છે.

બીજીતરફ કંપની પોલ ખૂલી પડી ના જાય તે માટે માહિતી નહીં આપી વાહનવ્યવહાર વિભાગ અરજદારોનો અવાજ દબાવી દેવા માંગતું હોવાનો પણ આરટી એક્ટિવિટ્સે આક્ષેપ કર્યો છે. કારણે 37માંથી 27 આરટીઓએ તો જવાબ આપ્યો નથી.