• Gujarati News
  • National
  • ‘પાસ માટેના ફોર્મ નથી ભાઇ, તમારે જે કરવું હોય તે કરજો

‘પાસ માટેના ફોર્મ નથી ભાઇ, તમારે જે કરવું હોય તે કરજો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાનામુખ્ય મથક નલિયાના એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે.

છેલ્લાં 2 વર્ષથી ડેપો કચેરીએ પાસ માટેના ફોર્મ ખલાસ થઇ ગયાં છે. જ્યારે પણ કચેરીમાં પૃચ્છા કરાય તો ‘ઝેરોક્ષવાળા પાસે હોય તો કોપી કઢાવી આવો’ એવો જવાબ આપી દેવાતો હોય છે. ડેપો મેનેજર રામ ગઢવીને જ્યારે પૂછવામાં આવ્યું કે બે વર્ષથી ફોર્મની પારાયણ છે અને લોકોને હાલાકી પડી રહી છે તો તેમણે સંતોષપ્રદ જવાબ આપ્યો, વધુમાં ભુજ ઓફિસનો સંપર્ક કરશો તો પણ આવો જવાબ મળશે એમ કહ્યું. છેવટે ઓનલાઇન ફોર્મ કાઢી આપવા જણાવ્યું તો પણ કોઇ કર્મચારીને આવડ્યું નહીં. ડેપો મેનેજરે અંતે કંટાળીને ઉદ્ધતાઇથી એમ કહી દીધું કે, ‘પાસ માટેના ફોર્મ નથી, તમારે જે કરવું હોય તે કરો.’ અહીં સવાલ છે કે કેટલાય છાત્રોનો અભ્યાસ તેમના અપડાઉન સાથે સંકળાયેલો હોય છે. જો પાસ મળી શકે અને આર્થિક ફટકો પડે તો તેમના અભ્યાસ અને ભવિષ્યનું શું તે તોળાતો સવાલ છે.

નલિયા એસટી ડેપો મેનેજરનો ઉદ્ધત જવાબ : છાત્રોને હાલાકી