• Gujarati News
  • National
  • MES કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાશે

MES કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયાના નેજા હેઠળ રક્ષા મંત્રાલયના વિવિધ વિભાગોમાં 100 ટકા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાના નિર્ણય સામે એમઇએસ કર્મચારી સંઘ, મુંબઇના નેજા હેઠળ સ્થાનિક શાખા દ્વારા આજે 28મીએ દેખાવો, રેલીનું આયોજન કરાઇ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. સ્થાનિકની શાખાના મંત્રી બળવંત ગુંસાઇના જણાવ્યા મુજબ સંરક્ષણ ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને પ્રોત્સાહનની સરકારની નીતિને લીધે દેશની સલામતી જેવા સંવેદનશીલ મુદ્દાઓ ખાનગી કંપનીઓના હાથમાં ચાલ્યા જશે.