• Gujarati News
  • National
  • દુષ્કર્મ કાંડના 8 આરોપીના મોબાઇલ કબજે : ક્લીપ ગુમ

દુષ્કર્મ કાંડના 8 આરોપીના મોબાઇલ કબજે : ક્લીપ ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયાદુષ્કર્મ પ્રકરણમાં અત્યાર સુધી પકડાયેલા આઠેય આરોપીઓના મોબાઇલ પોલીસે કબજે કર્યા છે, મોબાઇલના આધારે કાંડના પુરાવાઓ ઉપરાંત નવા નામો ખૂલવાની શક્યતાઓ છે, પરંતુ જપ્ત થયેલા તમામ મોબાઇલમાંથી દુષ્કર્મ વખતે ઉતારેલી વીડિયો ક્લીપ આરોપીઓ દ્વારા કેસને રફેદફે કરવા માટે ડિલિટ કરી નાખવામાં આવી છે, તેવું આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલ એફએસએલમાં મોકલાવી અપાયા છે.

દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ ફરિયાદમાં નરાધમો દ્વારા વીડિયો ક્લીપ ઉતારી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે પકડાયેલા 8 આરોપીના મોબાઇલ કબજે કરાયા, ત્યારે મોબાઇલમાંથી આરોપીઓ દ્વારા વીડિયો ક્લીપ ડિલિટ કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળતાં પોલીસે તમામ મોબાઇલ એફએસએલમાં મોકલાવ્યા છે.

સાયબર ક્રાઇમ દ્વારા ડિલિટ થયેલો ડેટા પરત મેળવી શકાય

બાબતેએફએસએલના એક્સપર્ટને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એફએસએલ દ્વારા મોબાઇલમાંથી પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે, તે જાણી શકાય છે અને ત્યાર બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ડેટા રિકવર કરી પુરાવાઓ રિસ્ટોર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...