તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • થેલેસેમીયા અંગે જાગૃતિ સ્વસ્થ સમાજ માટે જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થેલેસેમીયા અંગે જાગૃતિ સ્વસ્થ સમાજ માટે જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે થેલેસેમીયા અંગે જાગૃતી લાવવાના આશય સાથે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતંુ. જેમાં કચ્છભરમાંથી થેલેસેમીયા ગ્રસ્ત 170 બાળકો અને તેના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે તમામ બાળકોના જરૂરી રીપોર્ટ્સ નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા.

થેલેસેમિક ગુજરાત અને કચ્છના થેલેસેમીયા ગ્રૂપ દ્વારા ગોપાલપુરી, એસવીપી ઓડીટોરીયમ ખાતે થેલેસેમીયા માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. કંડલા પોર્ટ, રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં થેલેસેમીયા બાળકોના જરૂરી એવા હેપીટાઈટ્સ બી અને સીના રીપોર્ટ કે જે સામાન્ય પરીવારો માટે કરાવવા મોંઘા પડતા હોય છે તેના ફ્રી રીપોર્ટ્સ કરી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છભરમાંથી 170 બાળકો અને તેના વાલીઓ, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કેપીટીના સેક્રેટરી વિમલકુમાર ઝા, સહિત અમદાવાદથી ખાસ આવેલી તબીબોની ટીમ ઉપસ્થિત રહી હતી. સ્વસ્થ સમાજના નિર્માણ માટે થેલેસેમીયા અંગે જાગૃતી આવવી ખુબ જરૂરી અને પાયાગત બાબત હોવાનું સહુએ એકસુરે જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ભરત ઠક્કર, અલ્પેશ પ્રજાપતિ સચિન કોટક, અમીત ચંદે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો