તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશ ભાવનાને ઉજાગર કરવા ભુજમાં અનોખો કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશ-ભાવનાને ઉજાગર કરવા ભુજમાં અનોખો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનીસામાજિક સંસ્થા રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરા યાદ કરો કુરબાની અને દેશ-દાઝને ઉજાગર કરવા માટે દર વર્ષની જેમ વર્ષે પણ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના 260 પુસ્તકો વિતરણ કરાયા હતા.

સંસદીય સચિવ વાસણભાઇ આહિર અને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કાર્યક્રમ માટે પોતાનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો. નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ હાથીના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય વૈશાલીબેન ગોરે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના પ્રમુખ અનવર નોડેએ પરિચય આપી મહેમાનોને પુષ્પગુચ્છ અને ત્રિરંગા (ટેગ) આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ દેશ-દાઝ અને રાષ્ટ્રવાદની વાતો કરીને બાળકોને શીખ આપી હતી અને સંસ્થાને કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપ્યા હતા.

પુસ્તકો દાતા કવિતા સચદે પરિવાર રહ્યો હતો. અલ્પાહારની વ્યવસ્થા સ્વ. રસિકભાઇ ઠક્કર પરિવારે કરી હતી. કાર્યક્રમમાં કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજ ગઢવી, ડો. રામ ગઢવી, ઘનશ્યામ ઠક્કર, ભરત શાહ, ભરત ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા. સંચાલન પ્રકાશ તરાલે કર્યું હતું અને આભારવિધિ ધવલ ગોરે કરી હતી. જયંતી પટેલ, રવિલાલ દાવડા, કિશન બાયડ, અકિલ નોડેએ વ્યવસ્થા સંભાળી હતી. શાળાનો સ્ટાફ તથા તરૂબેન મહેતા, સુરેશસિંહ ઝાલા, ગિરીશ ઝાલા, અવનીશ ગોર, દેવજી દાફડા અને સમજ્ઞાબેન જાડેજાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

વિદ્યાર્થીઓને ઝંડા વિતરણના કાર્યક્રમ વખતે ઉપસ્થિત આગેવાનો.

રોયલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ-દાઝનું સિંચન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો