તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજના સેવાભાવીનો અનોખો રાષ્ટ્ર પ્રેમ 14 વર્ષમાં હજારો ત્રિરંગા વહેંચ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના સેવાભાવીનો અનોખો રાષ્ટ્ર પ્રેમ 14 વર્ષમાં હજારો ત્રિરંગા વહેંચ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
26જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારને દરેક ભારતીય ગૌરવભેર ઉજવે છે. ઉજવણીમાં અનોખી રીતે સામેલ થતા ભુજના એક સેવાભાવી છેલ્લા 14 વર્ષથી બન્ને પર્વે બાળકોને વિનામૂલ્યે કાગળના ત્રિરંગા આપે છે. અત્યાર સુધી તેમણે હજારો બાળકોના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યાનો આનંદ મેળવ્યો છે.

ભૂકંપ બાદ વર્ષ 2002થી પ્રવૃત્તિ શરૂ કરનારા અનવર જુમા નોડેએ જણાવ્યું હતું કે, નાનપણથી દર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમમાં અચૂક પહોંચવાની હોંશ રહેતી, જેના પગલે મોટા થઇને કંઇક કરવાનો વિચાર આવતો. ધરતીકંપના એક વર્ષ બાદ 26મી જાન્યુઆરીએ શહેરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ધ્વજની સાથે ચોકલેટ આપવાનું શરૂ કર્યું, તે સિલસિલો આજે પણ અવિરત રહ્યો છે. દરમિયાન, વર્ષ 2005થી શંકરભાઇ સચદેના સહયોગથી શાળાઓમાં દેશભક્તિના પુસ્તક આપવાનો પણ આરંભ કર્યો હોવાનું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમની દુકાને આવતા બાળકો તેમજ અન્ય ગ્રાહકોને પણ રાષ્ટ્રીય પર્વ નજીક હોય ત્યારથી વિના મૂલ્યે ત્રિરંગો આપે છે.

સિવાય માનસિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ તેમજ દિવાળી અને ઇદ જેવા ખુશીના પ્રસંગોએ જરૂરતમંદોને મીઠાઇ વિતરણમાં સહયોગી બનતા સેવાભાવી રોયલ ફાઉન્ડેશન, માનવજ્યોત, કચ્છ વિકાસ સેના, વાણિયાવાડ વેપારી એસોસિયેશન જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને હાલે જિલ્લા ભાજપમાં મીડિયા સહકન્વીનર તરીકે સેવા આપે છે.

ભુજમાં સેવાભાવી રાષ્ટ્રપ્રેમી દ્વારા ઝંડાનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો