તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જ્યાં ગુરૂજનોની પૂજા થાય છે ત્યાં હંમેશાં સરસ્વતીનો વાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યાં ગુરૂજનોની પૂજા થાય છે ત્યાં હંમેશાં સરસ્વતીનો વાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાનાગર જ્ઞાતિના હાટકેશ અંબિકા મહિલા મંડળ, હાટકેશ સેવા મંડળ-ગીતાજી કેન્દ્રના ઉપક્રમે સંસ્કૃત-ગીતાજી-હિન્દીના પુસ્તકોના પૂજનની સાથે-સાથે પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના ગુરૂજનોના પૂજનનો કાર્યક્રમ યોજાઇ ગયો.

બાળકોએ નાગર, નાગર બ્રાહ્મણ અને વીસનગરા જ્ઞાતિના ભાસ્કર વૈશ્નવ, ઉષાબેન ધોળકિયા, હંસાબેન વૈશ્નવ, ઉપેન્દ્ર ત્રિવેદી, પુષ્પાબેન વૈદ્ય, ડો. સ્નેહલ વૈશ્નવ, રશ્મિબેન ધોળકિયા, જયશ્રીબેન હાથી, હેમાલીબેન અંતાણી, વીણાબેન ધોળકિયા, ઇલાબેન છાયા સહિતના 75 જેટલા ગુરૂજનોના પગ દૂધ-પાણીથી ધોઇ, તિલક, શ્રીફળ-સાકર અને પુષ્પગુચ્છથી તેમની વંદના કરાઇ હતી. તેમણે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જ્યાં ગુરૂઓ પૂજાય છે ત્યાં હંમેશાં સરસ્વતીનો વાસ હોય છે. પ્રસંગે જ્યારે 19થી 93 વર્ષના શિક્ષકોની વંદના થઇ રહી છે.

મુખ્ય સહકાર માજીબાના ભક્ત સ્વ. પરસોત્તમ સોલંકી પરિવાર દ્વારા પૂરો પડાયો હતો. આયોજનને સફળ બનાવવા સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

સન્માન કરાયેલા નાગર જ્ઞાતિના 75 ગુરૂજનોની તસવીર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો