તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં માર્ગ અકસ્માત, બેનાં મોત : 3 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં માર્ગ અકસ્માત, બેનાં મોત : 3 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. ભુજ, ગાંધીધામ

અબડાસાતાલુકાના તેરા નજીક બાઈક-સ્કૂટર સામસામે ભટકાતાં સ્કૂટરચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજા બનાવમાં સામખિયાળી હાઇવે પર ગુરૂવારે ઊભેલી ટ્રકમાં ટેમ્પો ધડાકાભેર અથડાતાં ટેમ્પોના ક્લીનરનું મોત થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ બુધવારે રાત્રે 11:30 વાગ્યે અબડાસા તાલુકાના તેરાથી કુણાઠિયા જતા માર્ગ ઉપર બનાવ બનવા પામ્યો હતો. તેરા ગામના અસ્લમ મામદ પિંજારા (ઉ.વ.20) અને મામદ સલીમ (ઉ.વ.26) બન્ને મોટર સાઈકલ નંબર જીજે-12-એલ-6179 ઉપર જતા હતા, ત્યારે તેરાના કારા અલાના કોલી (ઉ.વ.35) તથા અધા હુસેન (ઉ.વ.45) બન્ને જણ સ્કૂટર નંબર જીજે-12-એક્સ-7803 ઉપર જતા હતા, ત્યારે સામેથી આવતા અસ્લમ પિંજારાએ પોતાની બાઈકને ધડાકાભેર સ્કૂટર સાથે ભટકાવી એક્સિડન્ટ કરતા બન્ને વાહનો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા, જેમાં સ્કૂટરચાલક કારા અધા કોલી (રહે. તેરા)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત આંબી ગયું હતું. જ્યારે અન્ય ત્રણને ગંભીર પ્રકારની ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાતા નલિયાના સહાયક ફોજદાર અનવરભાઈ નારેજાએ તપાસ હાથ ધરી હતી.

બીજીતરફ સામખિયાળી હાઇવે પર એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે એક ઉભેલી ટ્રક નં. જીજે-12-એટી-5170માં પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલા ટેમ્પો નં. જીજે-4-ડબલ્યુ-8631ના ચાલકે અથડાવી દેતાં ટેમ્પોમાં બેઠેલા ક્લીનર અર્પિત રમણલાલ પટેલનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. બનાવ સંબંધે ટ્રકચાલક મણિલાલ મુળજી ઘરોડની ફરિયાદ પરથી ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો