તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ ખાતે જીઆઇડીસી હંગામી આવાસને મળી નવી પોલીસ ચોકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ ખાતે જીઆઇડીસી હંગામી આવાસને મળી નવી પોલીસ ચોકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજીઆઇડીસી હંગામી આવાસમાં અસામજિક પ્રવૃત્તિઓને ડામવા ગત 23/6ના પોલીસનો લોકદરબાર યોજાયો હતો, જેમા સ્થાનિક લોકોએ વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગ કરી હતી. ગુરૂવારે સાંજે પશ્ચિમ કચ્છ અેસપી મકરંદ ચૌહાણ તથા પોલીસ અધિકારીઓ દ્વારા વિધિવત નવી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ગત જૂન માસની 22 તારીખે જનતાએ રેડ પાડી હંગામી આવાસમાંથી દેશી દારૂનો ધંધો કરતા દંપતીને પકડી પોલીસને હવાલે કર્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પશ્ચિમ કચ્છ એસપીએ બીજે દિવસે સાંજે સ્થાનિક લોકો સાથે લોક દરબાર યોજી વિસ્તારમાં આવેલી રઘુવંશી શાળામાં 200થી 250 જેટલા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો, તે વખતે અહીંના રહેવાસીઓને જણાવ્યું હતું કે, વિસ્તારમાં એક પોલીસ ચોકી હોવી જોઇએ તેવી માગણી કરી હતી, જેને પગલે ગુરૂવારે સાંજે હંગામી આવાસમાં સત્યનારાયણની કથા રાખી એક બાળકીના હાથે ઉદઘાટન કરાવી નવી પોલીસ ચોકીને ખુલ્લી મુકવાનો કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એસપી ઉપરાંત બે ડિવાય એસપી તથા એલસીબી-એસઓજી પીઆઇ તથા બી ડિવિઝન પીઆઇ એમ.જે. બોક્ષા તેમજ ભુજ સુધરાઇના પ્રમુખ અશોકભાઇ હાથી તથા વિસ્તારના કાઉન્સિલર, જીઆઇડીસીના એસોસિયેશનના પ્રમુખ તથા હંગામી આવાસના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવી બનેલી પોલીસ ચોકીમાં ચોવીસે કલાક પોલીસ સ્ટાફ તૈનાત રહેશે, તેવી પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિકોને ધરપત અપાઇ હતી તેમજ અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરાશે.

પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરતાં એસપી અને મેયર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો