તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજના જીમખાના ખાતે તાજેતરમાં તમામ શાળાઓના અન્ડર 14 ગર્લ્સ બોયઝ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજના જીમખાના ખાતે તાજેતરમાં તમામ શાળાઓના અન્ડર 14 ગર્લ્સ-બોયઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજના જીમખાના ખાતે તાજેતરમાં તમામ શાળાઓના અન્ડર 14 ગર્લ્સ-બોયઝ માટે ઓપન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી 36 સ્પર્ધકોએ ભાગ લઇ પોતાના કાંડાનું કૌવત બતાવ્યું હતું. ગત વર્ષની જેમ વર્ષે પણ ભુજના ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઇનામ જીતવામાં અવ્વલ રહ્યા હતા.

સ્પર્ધામાં અન્ડર 14 બોયઝ સિંગલ્સ કેટેગરીમાં ફાઇનલ હર્ષ દાવડા અને જેનિલ તન્ના વચ્ચ રમાઇ હતી. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે હર્ષ દાવડાએ ચેમ્પિયનશિપ પોતાને નામ કરી હતી. ત્રીજા નંબર પર ધૈર્ય દાવડા, ચોથા ક્રમાંકે આદિત્ય શાહ તથા પાંચમા ક્રમાંકે સોહમ ઉપાધ્યાય રહ્યા હતા. તમામ ખેલાડીઓ ભુજના હોવાથી પ્રભુત્વ દેખાયું હતું.

અન્ડર 14 ગર્લ્સ કેટેગરીમાં કુલ 16 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીધામની બન્ને ખેલાડીઓ ગુલ અરોરા અને નિયા ઠક્કર વચ્ચે રમાયેલી ફાઇનલમાં ગુલ ચેમ્પિયન તથા નિયા રનર્સઅપ થઇ હતી. તો ભુજની આર્ચિ ઠક્કર ત્રીજા ક્રમે તથા ધ્વનિ ઠક્કરે ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ભુજના તમામ વિજેતા ખેલાડીઓને તેમના બન્ને કોચ યોગેશ જોશી તથા ઝુબીન ઠક્કરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુલ અરોરા

નિયા ઠક્કર

આદિત્ય શાહ

ધૈર્ય દાવડા

અાર્ચી ઠક્કર

ધ્વનિ ઠક્કર

સોહમ ઉપાધ્યાય

જૈનિલ તન્ના

હર્ષ દાવડા

ઓપન કચ્છ સ્કૂલ લોન ટેનિસ ટુર્ના.માં સ્થાનિક ખેલાડીઓનો દબદબો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો