તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાગપંચમીનો મેળો ભુજિયા ડુંગર પર 7મી ઓગસ્ટે યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગપંચમીનો મેળો ભુજિયા ડુંગર પર 7મી ઓગસ્ટે યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા287 વર્ષની રાજવી પરંપરા અનુસાર ભુજિયા ડુંગર પર આવેલા ભુજંગદેવ ખેતરપાળદાદાનો નાગપંચમીનો મેળો 7મી ઓગસ્ટ રવિવારના યોજાશે. અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ પર ચડાઇ કરી હતી. તે સમયે કચ્છના મહારાઓ દેશળજીના માર્ગદર્શન હેઠળ કચ્છના ભાયાતો અને જયપુરના 9000 નાગાબાવાઓની જમાતે બુલંદખાન સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો હતો.

રોહા જાગીરના ઠાકોરે તેની તલવાર છીનવી લીધી હતી. દિવસ નાગપંચમીનો હોવાથી વિજયોત્સવ ઉજવવાની પરંપરા થઇ ગઇ. છેલ્લા 66 વર્ષથી મહારાઓ પ્રાગમલજી ત્રીજા પરંપરાગત પૂજાવિધિમાં ભાગ લેતા હોય છે પરંતુ વખતે સંજોગોવશાત્ રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા પૂજાવિધિમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો