તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજના ચકચારી ફાયરિંગ કેસના ફરજ મોકૂફ પોલીસકર્મીઓ પરત લેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના ચકચારી ફાયરિંગ કેસના ફરજ મોકૂફ પોલીસકર્મીઓ પરત લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજશહેરની ભાગોળે ઓધવવંદના સોસાયટીમાં લગ્ન પ્રસંગે ગીતોની રમઝટ વચ્ચે ડાન્સમાં મશગૂલ ભાન ભૂલેલા પોલીસ કર્મીઓએ હવામાં ફાયરિંગ કરી શહેરભરમાં ચકચાર જગાવી હતી. ગોળીબાર કેસમાં ત્રણ પોલીસ કર્મીઓને એસ.પી.એ તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી દીધા હતા, જ્યારે હંગામી આવાસમાં જનતા રેડમાં બીટના જમાદારની જવાબદારી ફિક્સ કરી તેમને ફરજમોકૂફ કરાયા હતા. તે ત્રણેય પોલીસ કર્મચારીઓને પુન: ફરજ પર હાજર થવા એસ.પી.એ આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઓધવવંદના સોસાયટીમાં પોલીસ કર્મચારીના લગ્નપ્રસંગે હવામાં ગોળીબાર થયાની ઘટનાએ ચકચાર જગાવી દીધી હતી અને સમગ્ર મામલો ગૃહ વિભાગમાં જતા ગૃહ રાજ્યમંત્રીના આદેશથી પશ્ચિમ કચ્છ એસ.પી. મકરંદ ચૌહાણે તપાસ કરી ફાયરિંગમાં સંડોવાયેલા એલસીબીના પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કાનાભાઈ રબારી તેમજ હેડ ક્વાર્ટર્સના ભગતસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવાયા હતા.

તો તાજેતરમાં હંગામી આવાસમાં જનતાએ રેડ પાડી દેશી દારૂની કોથળીઓ સાથે દંપતીને પકડી પાડયા બાદ એસ.પી.એ ખુદ હંગામી આવાસમાં લોક દરબાર યોજ્યો હતો અને તેમાં બીટના જમાદારની જવાબદારી ફિક્સ કરી કરણસિંહ પુનસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા. એસ.પી. મકરંદ ચૌહાણે હેડ કોન્સ. કરણસિંહ પુનસિંહ ઝાલાને પુન: ફરજ ઉપર હાજર કરી નારાયણ સરોવર પોલીસ મથકે નિમણૂક આપી હતી, જ્યારે ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કાનાભાઈ રબારીને માનકૂવા પોલીસ મથકે પુન: ફરજ પર હાજર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો