તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છના 3 ઇકો સેન્સેટિવ ઝોન 78% ઘટશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના 3 ઇકો સેન્સેટિવ ઝોન 78% ઘટશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના27 અભ્યારણ્યો માંથી ચાર અભ્યારણ્યો કચ્છના ભાગે આવેલ છે,જેમાં નારાયણસરોવર વન્યજીવ અભ્યારણનો ઇકો સેન્સેટિવ ઝોન 2012માં જાહેર થયો છે, હવે રાજ્યના પાંચ પૈકી કચ્છના ત્રણ અભ્યારણ્યોનો ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરવા ગુજરાતના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની બેઠક મળી હતી,જેમાં પ્રસ્તાવિત ઇકો સેન્સેટિવ ઝોન પર સરેરાશ 78% રીતસરની કરવત ફેરવવાનો તખ્તો ઘડાઈ જતા આવનારા સમયમાં વન્ય જીવો માટે સંવેદનશીલ એવા વિસ્તાર ઘટવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે.

વનવિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતર ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ઇકો સેન્સેટિવ પ્રપોઝલ કમિટીના કૌશિક પટેલની અધ્યક્ષતામાં બે વખત બેઠક યોજાઈ હતી,જેમાં રાજ્યના અભ્યારણ્યો ફરતે ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરતા પહેલા વિસ્તારમાં વધ-ઘટ મુદ્દે વિચાર વિમર્શ કરાયો હતો.ગુજરાતનું સૌથી મોટું કચ્છ રણ અભ્યારણ 7506.22 ચો.કિ.મી સાથે 1986 માં જાહેર કરાયું હતું,જ્યાં એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સીટી આવેલું છે,ત્યાં દરવર્ષે સુરખાબ પ્રજનન કરવા લાખોની સંખ્યામાં આવે છે.તેની ફરતે 2,75,000 હેક્ટર વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોન માટે પ્રસ્તાવિત હતો,જેમાંથી માત્ર 77,730 હેક્ટર જેટલો રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત વિશ્વની બીજા નંબરની સૌથી વધુ ઘોરાડની વસ્તી ધરાવતા અને દેશના સૌથી નાના 2 કિલોમીટરના ઘોરાડ અભ્યારણ્ય આસપાસનો 1,00,000 હેક્ટર વિસ્તાર પ્રસ્તાવિત હતો,જેના અંતર્ગત 48 જેટલા ગામોને આવરી લેવાયા હતા.આ પ્રસ્તાવ પર 78.5% કાપ મૂકી માત્ર 2,15,00 હેક્ટર જેટલો વિસ્તાર ઝોનમાં સમાવિષ્ટ કરવા નિર્ધાર કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ઘોરાડ વિલુપ્તીના આરે ઉભેલી એવી પક્ષીની પ્રજાતિ છે,જે વિશ્વમાં રાજસ્થાન બાદ માત્ર કચ્છમાં જોવા મળે છે.ભૂતકાળમાં ભારતમાં 1260 જેટલા ઘોરાડ હતા જે ઘટી હવે માત્ર 300 બચ્યા છે,જેમાં માત્ર 30 જેટલા અબડાસામાં છે. પાંચ જિલ્લા ને સાંકળતા કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભ્યારણ્ય નો વિસ્તાર 4,953.70 ચો કિ.મી સાથે 4451 ઘુડખર નું નિવાસ સ્થાન છે,આ સાથે અહીં 33 પ્રકારના સસ્તનધારી અને 29 સરીસૃપો સાથે 14 પ્રકારની ગરોળીનો વસવાટ છે.આ અભ્યારણ્યની આસપાસના ઇકો સેન્સેટિવ ઝોન માટે 4,21,000 હેક્ટર નો પ્રસ્તાવ હતો,ત્યાં માત્ર 63,000 હેક્ટર રાખવા નિર્ણય લેવાયો હતો.

લીલી ઝંડી મળતા ઉદ્યોગોની પેરવી થશે,વન્યજીવ સંપદાને નુકસાન થવાની ભીતિ : કેન્દ્ર સરકારની વિચારણા બાકી

રાજ્યસ્તરે નિર્ણય લેવાયો છે,કેન્દ્રની વિચારણા બાકી : મુખ્ય વન સંરક્ષક

કચ્છનાઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ભારેખમ કાપ મુકવા અંગે ભાસ્કરે કચ્છના મુખ્ય વન સંરક્ષક એ.ઓ શર્મા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે,ઝોનનો વિસ્તાર ઘટાડવા મંત્રી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાયો છે.હવે દરખાસ્ત કેન્દ્રમાં મુકાશે જેની વિચારણા બાદ અમલ થશે

કેટલાઇકો સેન્સેટિવ ઝોન જાહેર,કેટલા બાકીω

સુત્રોમાંથીપ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના કુલ 23 અભ્યારણ્યો અને 4 નેશનલ પાર્ક માંથી માત્ર 7 ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાયા છે,બાકીના પાંચને જાહેર કરવા હાલ કવાયત હાથ ધરાઈ છે.જેમાંથી ત્રણ મહત્વના અભ્યારણ્યો કચ્છમાં આવેલા છે.

રણઅભ્યારણ્યમાં ઉદ્યોગો માટે 50 અરજીઓ પેન્ડિંગ

ઇકોસેન્સેટિવ ઝોન જાહેર થાય ત્યાં સુધી 10 કિલોમીટર ત્રિજ્યાની ગણતરી થતા રણ અભ્યારણ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાલ પૂર્વ કચ્છ વનવિભાગ પાસે 50 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. જો તેમાં સૂચિત 72% જેટલો કાપ મુકાય તો અહીં મીઠા ઉદ્યોગ,માઇનિંગ અને કન્સ્ટ્રક્શન ને લાગતા ઉદ્યોગો ધમધમી ઉઠશે. જેની વન્યજીવો પર શુ અસર પડશે સૌ જાણે છે.

ઇકો સેન્સેટિવ ઝોન શુ છેω

સુપ્રીમકોર્ટના 04-12- 2006 ના નિર્દેશ અનુસાર તમામ રક્ષિત વિસ્તારો ફરતે ઇકો સેન્સેટિવ ઝોનની રચના કરવાની થાય છે,જ્યાં સુધી ઇકો સેન્સેટિવ ઝોન જાહેર થાય ત્યાં સુધી રક્ષિત વિસ્તારોની બાહ્ય હદથી 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન તરીકે ગણવાનો રહે છે.આ વિસ્તારમાં પ્રદુષણ ઓકતા ઉદ્યોગો,વાણિજ્યિક ખાણ, સો-મિલ, હાઇડ્રોલિક પ્રોજેક્ટ સહિતની પ્રવૃતિઓ પ્રતિબંધિત હોય છે. જેથી સંરક્ષિત વિસ્તારની વન્યસંપદા સુરક્ષિત રહી શકે.

સીધી વાત

{ તબક્કા વાર બેઠકો યોજાઈ હતી,હજુ નક્કી નથી થયું : તારાચંદ છેડા

-ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે બે વખત તબક્કાવાર બેઠક યોજાઈ હતી,તાજેતરમાં કોઈ બેઠક નથી યોજાઈ.આ અંગે હજુ કઈ નક્કી થયું નથી.

{હાલમાં બેઠક નથી યોજાઈ : રમેશભાઈ મહેશ્વરી

-મુદ્દે હાલમાં બેઠક નથી યોજાઈ,થોડા સમય પહેલા પણ નથી યોજાઈ.

{પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું,આંકડાઓ યાદ હોય : ડો. નીમાબેન આચાર્ય

-ઇકો સેન્સેટિવ ઝોન મામલે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી,અમને પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું, નકશો પણ બનાવાયો છે,અત્યારે આંકડા યાદ હોય.

{વાસણભાઈનોફોન સ્વીચ ઓફ

-વાસણભાઈનો મુદ્દે સંપર્ક સાધતા તેઓનો ફોન સતત સ્વીચ ઓફ આવ્યો હતો.

{ઘોરાડ અંગે વધુ ચિંતા,કપાતા વૃક્ષો બચવાવા સતર્કતા જરૂરી: કૌશલ્યાબેન માધાપરિયા

-મિટિંગમાં સૌથી વધુ ઘોરાડ અંગે વધુ ચિંતા દર્શાવાઈ હતી,જેને બચાવવા પગલાંની ચર્ચા કરાઈ હતી.તો કપાતા વૃક્ષો મુદ્દે સતર્કતા દર્શાવી આકરા પગલાં લેવા નો મુદ્દો મહત્વનો હતો.

વન્યસંપદામાંકચ્છનું અનેરું મહત્વ

ચારઅભ્યારણ્ય અને એક સંરક્ષિત ક્ષેત્રના માલિક કચ્છમાં 350થી વધુ પક્ષીની પ્રજાતિ,965થી વધુ પ્રકારની વનસ્પતિઓ, 26થી વધુ સસ્તનધારી પ્રાણીઓ અને 30થી વધુ પ્રકારની સરીસૃપ જીવ સંપદા વસવાટ કરી રહી છે.આ રીતે કચ્છ વન્યસંપદા મુદ્દે રાજ્યમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.ત્યારે ઇકો સેન્સેટિવ ઝોન ઘટતા સમગ્ર જીવ વ્યવસ્થા તંત્ર પર ઘેરી અસર પડશે.

વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ સહિત મંત્રીમંડળ સાથે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ હતા,જેમાં કચ્છના ધારાસભ્યો તારાચંદ છેડા,ડો.નીમા આચાર્ય,રમેશ મહેશ્વરી,વાસણ આહિર અને જિ.પં પ્રમુખ કૌશલ્યા માધાપરિયા હાજર રહ્યા હતા.તેમના અભિપ્રાયો પણ લેવાયા હતા.

મિટિંગમાં હાજર કચ્છના જન-પ્રતિનિધિઓના અભિગમ

કઇકો સેન્સેટિવ ઝોન | સુરખાબ (રણ) અભ્યારણ્યમાં 72%,ઘોરાડ અભ્યારણ્યમાં 78.5% અને ઘુડખર અભ્યારણ્યમાં 85.3% ની કરવત ફેરવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો