તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પચ્છમના માેટા દિનારામાં પ્રથમ માધ્યમિક શાળા ખુલ્લી મુકાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પચ્છમના માેટા દિનારામાં પ્રથમ માધ્યમિક શાળા ખુલ્લી મુકાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના છેવાડાના અને પછાત વિસ્તારથી જાણીતા એવા પચ્છમના મોટા દિનારા ગામે નિરક્ષરતાની નાબુદી તેમજ સાક્ષરતાની આબાદી કાયમ રહે તેવા ઉદદેશ સાથે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી.

દેશ જયારે 21મી સદીમાં ટેકનોલોજી ક્ષેત્રે અવિરત સફળતા પ્રાપ્ત કરી રહયો છે.તેમજ શહેરના લોકોની સાથે છેવાડાનો સાધારણ માણસ કદમતાલ મેળવી શકે આવા ઉમદા હેતુ ને શાળાની શરૂઆતમાં ધ્યાને રાખવા સાથે સરકારની પુર્ણ મંજુરીથી સરકારી માધ્યમિક શાળાની સ્થાપના થયેલ છે.જે હાલ શાળા સંકુલ નિમાર્ણ થાય ત્યાં સુધી હંગામી ધોરણે મોટા દિનારા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં ચાલુ કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.મધુકાન્ત આચાર્ય દ્રારા દિપ પ્રાગટય કરવા સાથે રીબીન કાપી વર્ગખંડને ખુલ્લો મુકાયો હતો.તેમની સાથે એમ.એમ.ચાવડા, સોયબ મુતવા તેમજ ખાવડા અને તુંગા હાઇસ્કુલના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહયા હતા.પ્રાથમિક શાળાના શિક્ષક આર.જે.સમા સૌ આમંત્રિતો ને આવકાર્યા હતા. પ્રસંગે ડો. આચાર્યએ ધોરણ-9 નાં બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. પ્રાસંગીક ઉદબોધન કરતા ડો.આચાર્યએ ભવિષ્યમાં સાક્ષર માણસ શું કરી શકે તે વિષયે ગહન વાતો કરી હતી. તો એમ.એમ.ચાવડા દરેક માણસ કોઇ પણ ઉંમરે ભણી શકે તેથી ‘પાકા ઘડે કાના ચડે’તે કહેવત ખોટી પાડવા પૌઢ શિક્ષણ ગામમાં વહેલી તકે ચાલુ કરવા પર ભાર મુકયો હતો.

માધ્યમિક શાળાની સ્થાપનાની યાદ કાયમી બની રહે તે માટે આગેવાનોના હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમ પછી ડો.આચાર્યના આગ્રહ થી વાલી તેમજ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી જે લગભગ એક કલાક ચાલી હતી.જેમાં વાલી ની જવાબદારી તેમજ શાળાના વિકાસને ધ્યાને લઇ માર્ગદર્શન અપાયું હતું. સિવાય મૌલાના બિલાલે ઉર્દુભાષાના માધ્યમથી બાળકો અને વાલીને શિક્ષણક્ષેત્રે જાગૃતિ માટે યોગ્ય સુચનો કર્યા હતા.તો ગાંધીસેવાશ્રમના ટ્રસ્ટી કમલભાઇ શિક્ષણનિતી અંગે ચિંતા રજુ જતાવી હતી.

શાળાના ઉદ્દઘાટન સમારંભમાં ઉપસ્થિત અધિકારીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો