Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઠારામાં બાઇક રાખવા મુદ્દે 2 જુથ વચ્ચે મારામારી : 2 ઘાયલ
અબડાસાનાકોઠારામાં જંગી વિસ્તારમાં રવિવારે સામાન્ય મુદે બે જુથ વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. જેમા આઠ શખ્સોએ હથિયારો વડે એક બીજા પર હુમલો કરતાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
કોઠારાના જંગીમાં આવેલી હજામની દુકાન પાસે મોટર સાયકલ રાખવાના મુદે બે જુથના સભ્યો વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. બન્ને જૂથના આઠ શખ્સો વચ્ચે લાકડી-લોખંડના પાઈપો ધોકા જેવા હથિયારોથી મારા મારી થતાં મુસ્તાક અબ્દુલ સુમરા અને સાજીદને ઇજાઓ પહોંચતા બન્નેને દૃવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે જાવેદ હુશેન ફલિફા રહે કોઠારાએ ફરીયાદ નોંધાવી હતી કે રવિવારે દુકાન પાસે મોટર સાયકલ વચ્ચે રાખવાની ના કહેતાં ગાંધીધામના જુસબ સુમરા, સાંધાણના આમદ સુમરા તથા કોઠારાના મુસ્તાક ઇભલા સુમરા, ઇકબાલ ઇભલા સુમરાએ લાકડી ધોકા વડે માર મારી સાજીદને ઇજાઓ પહોંચાડી હતી જ્યારે પ્રતિ ફરીયાદમાં મુસ્તાક અબ્દુલ સુમરાએ જણાવ્યું હતું કે બાઇક બાબતે ગાળા ગાળી કરી ઇસ્માઇલઅલી ખલિફા, સાજીદઅલી ઇસ્માઇલ ખલિફા, જાવેદ બબો ખલિફા તથા અઝગર બબો ખલિફાએ લાકડી ધોકાના વડે માર મારી મુસ્તાકને ઇજાઓ પહોંચાડી હતી કોઠારા પોલીસે બન્ને પક્ષની ફરીયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારી બાદ સલૂનમાં તોડફોડ કરાઇ હતી.