Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં આજે
વડનગરા નાગર જ્ઞાતિ વ્ય.મંડળ
તા.23/7ના સવારે 9:30 કલાકથી હૃદયરોગની સારવાર અને નિદાન અંગે સમસ્ત નાગર તેમજ નાગર બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે ઓ.પી.ડી. ઇચ્છુક જ્ઞાતિજનોઅે હાટકેશ્વર મંદિરના કાર્યાલયમાં તા. 19/7 સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવું.
લાઇફમેનેજમેન્ટ વિષય પર વ્યાખ્યાન
સ્વામિનારાયણમંદિર ભુજ મધ્યે તા.18-19/7ના રાત્રે 8:30થી 11 દરમિયાન સ્વામી દ્વારા લાઇફ મેનેજમેન્ટ વિષય પર વ્યાખ્યાન અને તા. 19/7ના સવારે 7 કલાકે ‘ગુરુણાં ગુરુ’ એવા ભગવાન હરિનું પૂજન તથા રાત્રે મહંત સ્વામી આદિ વડીલ નાના મોટા સંતોનું પૂજન કરાશે.
જસ્ટીસડે નિમિતે સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિનો
ઈન્ટરવ્યું રેડિયો/ ટીવીપર પ્રસારિત કરાશે
ઇન્ટરનેશનલજસ્ટીસ ડે નિમિતે ભારતની સર્વોચ્ય અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના ઓલ-ઇન્ડિયા રેડિયા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલ ઇન્ટરવ્યુંનું પ્રસારણ તા. 18/7ના રાત્રે 9થી 10 દરમિયાન દિલ્હી આકાશવાણી ઇન્દ્રપ્રસ્થ ચેલના મીડીયમ વેવ - 366.3 મીટર, આકારવાણી એફ.એમ. રેઇનબો 102.6 એમ.એમ.ઝેડ. તેમજ દુરદર્શનની ડીટીએચ સર્વીસની એ.આઇ.આર. ચેનલ પર અને એ.આઇ.આર.નેટ પર મુકવામાં આવનાર સ્ટ્રીમીંગ નાગરીકો સાંભળી શકશે.
મૈત્રીદ્વારા સરસ્વતી સન્માન સમારંભ
તા.19/7ના સવારે 10 કલાકથી મૈત્રી (ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ) ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજ દ્વારા તેજસ્વી છાત્રોને દાતાના સહયોગથી ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજના મધ્યસ્થ ખંડમાં સરસ્વતી સન્માન સમારંભ યોજાશે.
સંસ્કારનગર મહિલા ગ્રુપ
તા.18/7ના સવારે 10 કલાકે ગ્રુપ દ્વારા કેલ્શિયમ તપાસણીનો કેમ્પ ગણેશ હોલ, મારૂતિ પ્લોટ, સંસ્કાર નગરમાં.
ખાનામતિર્થધામ નખત્રાણા
જાગીરસેવા સમિતિ દ્વારા તા. 18/7ના રાત્રે 9 કલાકે આરાધી વાણી તેમજ તા. 19/7ના સવારે 9:15 કલાકે ગુરુ પાદુકા પૂજન, આરતી ખાનાગ તિર્થધામ, નખત્રાણા મધ્યે.
હનુમાનગુફા, વીડી
તા.19/7ના ગુુરુનું મૌન વ્રેત હોવાના કારણે તા. 18/7ના ગુરુપૂર્ણિમા નિમિતે સવારે 8 કલાકે હવન, હવન બાદ ગુરુપૂજનનો કાર્યક્રમ.