તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં તૈયાર થઇ રહ્યા છે ફૂટબોલના ખેલાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં તૈયાર થઇ રહ્યા છે ફૂટબોલના ખેલાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીલાલન કોલેજના મેદાનમાં સાંજ પડે અને ફૂટબોલના ખેલાડીઓ તાલીમ લેવા પહોંચી જાય છે. જેને રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનેલા ખેલાડી તાલીમ આપી રહ્યા છે. જેમાંથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા પ્રતિભાશાળી ખેલાડીઓ પાક્યા છે. જેની નોંધ હજુ સુધી કોઇએ લીધી નથી. આજે તેનો સચિત્ર ઉલ્લેખ કરવો છે.

શહેરના ફૂટબોલ ખેલાડી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિશેષ માહિતી આપતા કહ્યું હતું કે, ફૂટબોલ પ્રેમીઓ અને ખેલાડીઓએ કચ્છના ફૂટબોલ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકાવવા આર્ય ફૂટબોલ ક્લબની રચના કરી હતી. 2012ની સાલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. નદી હંમેશા દરિયા તરફ ગતિ કરે તેમ ફૂટબોલ ખેલાડીઓ ક્લબના સંપર્કમાં આવતા ગયા. જેથી લાલન કોલેજના પ્રિન્સિપાલ પરેશભાઇ રાવલ પાસે કોલેજના મેદાનમાં ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની પરવાનગી માગી. પ્રિન્સિપાલે ટૂ઼ંક સમયમાં કોલેજના મેદાનમાં રોજ સાંજે ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની મંજૂરી પણ આપી દીધી. મેદાન ઉબડખાબડ અને પથરાળ હોવાથી દોઢેક ફૂટ ખોદી તેમાં કપચી અને રેતી ભર્યા બાદ સમથળ કર્યું. જે કામગીરી ખર્ચાળ અને જટિલ હતી, પરંતુ કચ્છના ખેલાડીઓને પ્રતિભા સાબિત કરવા વિશાળ ફલક આપવું હતું એટલે ગાંઠના પૈસા ખર્ચી ખૂબ ઓછા સમયમાં મેદાન રમવાલાયક બનાવી દીધું. દાતાઓનો સહયોગ મળશે તો ભવિષ્યમાં ફૂટબોલની રમતને લાયક ગ્રાસી મેદાન બનાવવાની નેમ છે. જે માટે પ્રયાસરત છીએ.

લાલન કોલેજની પાછળ વિશાળ મેદાનમાં ટ્રેનિંગ લઇ રહેલા યુવાન ખેલાડીઓ નજરે પડે છે અને ઇનસેટ તસવીરમાં ધાણેટીમાં આહિર ફુટબોલ કલબ દ્વારા યોજાયેલી ટૂર્નામેન્ટમાં વિજેતા આર્ય ફુટબોલ કલબના ખેલાડીઓ.

31 ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા

આર્યફૂટબોલ ક્લબમાંથી તાલીમ લીધેલા અંડર 14ના 12 ખેલાડી, અંડર 16ના 8 ખેલાડી, અંડર 19 (સીનીયર/ઓપન)ના 11 ખેલાડીઓ રાજ્ય સ્તરે પસંદગી પામી રાષ્ટ્રીય સ્તરે રમી આવ્યા છે.

50થી વધુ ખેલાડીઓએ ટ્રેનિંગ લીધી છે

ક્લબદ્વારા અંડર 14, અંડર 16, અંડર 19 (સીનીયર/ઓપન)ના ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. હજુ સુધી ક્લબ દ્વારા 50થી વધુ ખેલાડીઓએ ટ્રેનિંગ લીધી છે અને રાજ્ય તથા રાષ્ટ્રિય સ્તરે ઝળક્યા છે.

100 બાય 70 મીટરનું વિશાળ મેદાન

લાલનકોલેજમાં પાછળના ભાગે વિશાળ જમીન હોવાથી મેદાન માટે 100 બાય 70ની જગ્યા મળી ગઇ છે. જેમાં સામસામે બે ગોલપોસ્ટ 2.3 મીટર ઉંચા અને 7.14 મીટર પહોળા બનાવવામાં આવ્યા છે.

ક્વોલિફાઇડ કોચ

ખેલાડીઓનેતાલીમ આપનારા અબ્દુલ કાદીર એફ. માલી સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ગોવામાં બે બે વખત રમી આવ્યા છે. નેપાળમાં પણ વખતે રમી ચૂક્યા છે. આમ તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડી તરીકે પોતાની પ્રતિભા બતાવી ચૂક્યા છે. હાલ તેઓ સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓના ફૂટબોલ રમતના કોચ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

રાજ્યસ્તરે ક્લબના ખેલાડીઓની સફળતા

2016માંવડોદરામાં શોકર્સ સિલ્ડ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં 3જું સ્થાન મેળવ્યું હતું. સંસ્કાર સ્કૂલ ગોગિન્સ સિનિયર ઓપન 2016ના ઓક્ટોબર માસમાં યોજાઇ હતી. જેમાં જિલ્લા સ્તરે ચેમ્પિનયન થયા હતા. ધાણેટી આહિર ફૂટબોલ ક્લબ દ્વારા ઓપન કચ્છ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં આર્ય ક્લબે ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 2015માં તો આર્ય ક્લબે જેટલી ટુર્નામેન્ટો રમી તેમા વિજેતા રહી હતી. એકેયમાં પરાજય થયો નહોતો. જે એક ઐતિહાસિક ઘટના કહેવાય.

આર્ય ક્લબ દ્વારા 2016માં લાલન કોલેજના ગ્રાઉન્ડમાં ગુજરાતની ગર્લ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરુથી અંત સુધીની તમામ જવાબદારીઓ ક્લબે ઉપાડી હતી અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જેમાં પણ આર્ય ક્લબે કચ્છની ગર્લ્સની ટીમ પહેલી વખતે ગુજરાત રાજ્ય સ્તરે ફાઇનલમાં પહોંચી રનર્સઅપ બની હતી. જે પણ એક ઐતિહાસિક ઘટના છે.

રાજ્ય સ્તરની ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજનની યશકલગી

ગુજરાત ચેમ્પિયન કંડલાને હરાવી ચૂક્યા છે

ગણેશનગરસ્પોર્ટસ ક્લબે કચ્છની તમામ ક્લબોની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં આર્ય ક્લબે 72 વર્ષથી રમતી અને 1965માં ગુજરાત ચેમ્પિયન રહેલી કંડલાની ટીમને હરાવી કંડલાના 50 વર્ષથી અજય રહેવાના રેકર્ડને તોડી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો