તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધરતીનો લાડો મન મૂકીને વરસે તેની વાટ જોતું કચ્છ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીનો લાડો મન મૂકીને વરસે તેની વાટ જોતું કચ્છ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢમાસના 13 દિવસ વિતયા કચ્છમાં મેઘરાજા પુર્ણ રીતે રીઝ્યા હોવાથી લોકોમાં અને ખાસ તો ધરતીપુત્રોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. દસે તાલુકામાં અપવાદરૂપ ગામોને બાદ કરતાં કયાંય એક ઇંચ વરસાદ થયો નથી, પરંતુ એકાંતરે પડી જતાં છુટા છવાયા ઝાપટાં શ્રીકાર વરસાદ થવાની આશા જગાવી રહ્યા છે.

ભુજમાં રવિવારે પરોઢે પાંચેક વાગ્યે જોરદાર ઝાપટું વરસ્યા પછી સવારે પણ જામેલા માહોલ વચ્ચે હળવું ઝાપટું વરસ્યું હતું, બપોરે તડકો પણ જોવા મળ્યો હતો. તેમજ રાત્રે છાંટા પડ્યા હતા. હમીરસરને છલોછલ જોવા ઇચ્છતા શહેરીજનો ધોધમાર વરસાદની વાટ જોઇ રહ્યા છે. બીજી બાજુ અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ વિસ્તારમાં વહેલી સવારથી સાંજ સુધી અડધો ઇંચ પાણી વરસ્યું હતું. દસ મીનીટ છાંટા પડે, ને વીસ મીનીટ બંધ રહે તેવો ખેલ આખો દિવસ ચાલુ રહ્યો હતો. રાત્રે લખપતના દયાપર, માતાના મઢ, ઘડુલી, પાન્ધ્રો, ગુનેરી વગેરે ગામોમાં હળવાં ઝાપટા પડ્યા હતા. દિવસ દરમિયાન નખત્રાણાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તા ભીંજાય તેવા છાંટા પડ્યા હતા. જિલ્લામાં સિવાયના વિસ્તારોમાં રવિવાર કોરો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો