• Gujarati News
  • National
  • ભુજ : મુળ નલીયાના અતુલ પ્રાણશંકર જેઠા (ઉ.વ.47)તે ગં.સ્વ. શારદાબેન

ભુજ : મુળ નલીયાના અતુલ પ્રાણશંકર જેઠા (ઉ.વ.47)તે ગં.સ્વ. શારદાબેન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મુળ નલીયાના અતુલ પ્રાણશંકર જેઠા (ઉ.વ.47)તે ગં.સ્વ. શારદાબેન પ્રાણશંકર જેઠાના નાનાપુત્ર, મીતોબેનના પતિ, વિજય, મીતના પિતા, સ્વ. બચુલાલ દયારામના પૌત્ર, સ્વ. કાનજી ડોસાભાઇ હરિયા માણેકના નાના જમાઇ, સ્વ. પ્રવિણ (મુંબઇ), નીતાબેન (ભુજ)ના ભાઇ, ઝંખનાબેન (મુંબઇ)ના દિયર, પૂનીત, પ્રજ્ઞેશના કાકા, જયદિપ, જાનકીના મામા, વિશ્વનાથ (રખો રામતે)ના સાળા, ગંગારામ, કમલકાંન્ત, સુશીલાબેન, મણીબેનના ભત્રીજા, મહેન્દ્ર, ભુપેન્દ્ર, રમાબેન, ભાનુબેન, નીનુબેન, હર્ષાબેનના બનેવી, સ્વ. રમણીક ગંગારામના ભાણેજ તા. 18/6ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 19/6ના સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાન હરસિધ્ધિનગર, નવી રાવલવાડી રીંગરોડ મધ્યેથી નીકળશે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 20/6ના સાંજે 4થી 5 ગાયત્રી મંદિર મુકામે રાખવામાં આવી છે.

ગાંધીધામ:ખીમજીભાઇબુધાભાઇ એડિયા (ઉ.વ.64)(નિવૃત કે.ડી.એલ.બી.) (મહેશ્વરી) મુળ મોટા આસંબિયાના તે તેજબાઇના પતિ, વેરસી ભાવાન વાલજીના ભાઇ, મુરજી, રમેશ, લાલજી, દિનેશ, ભરતના પિતા, રમેશ, વીશજી લાલણ, અશોક કરસન માંગલીયાના સસરા તા. 17/6ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકક્રિયા આગરી તા. 20/6ના અને ઘડાઢોળ (પાણી) તા. 21/6ના તેમના નિવાસસ્થાન પ્લોટ નં. 47, 36 કવાટર્સ, 11/એ, ભારતનગર, ગાંધીધામ મુકામે.

ગાંધીધામ: વિનોદ કાનજીભાઇ મહેશ્વરી (વી.કે.મહેશ્વરી)(ઉ.વ.56) (એકઝીક્યુટીવ એન્જી., પીજીવીસીએલ, ગાંધીધામ) તે કલ્પનાબેનના પતિ, કાનજીભા જખુભાઇ મહેશ્વરીના પુત્ર, વિશાલ, પ્રતિકના પિતા, દિયાનના દાદા, ડિમ્પલ, દક્ષાના સસરા, શરદ, શ્યામ, લાલચંદ, મહેશ, મધુબેન વિશન માતંગના ભાઇ, વિશન માતંગના સાળા તા. 18/6ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 19/6ના સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન પ્લોટ નં. 26, વોર્ડ 10/બીસી, ઉદયનગર ઇફકો ગેટની સામે ગાંધીધામથી નીકળી ગણેશ સ્મશાનગૃહ જશે.

આદિપુર: મુળ વઘાસીયા વાંકાનેરના ઝાલા વિજ્યાબા છત્રસિંહ (ઉ.વ.82)તે સ્વ. છત્રસિંહ મુળુભાના પત્ની, સ્વ. અજીતસિંહના ભાઇનાપત્ની, સાવજુભા (વઘાસીયા)ના ભાભી, વનરાજસિંહ (પીજીવીસીએલ, ગાંધીધામ ડીવીઝન), ઉર્મીલાબા સહદેવસિંહ ગોહિલ, સ્વ. વિજયસિંહ, નરેન્દ્રસિંહ (આશાપુરા ચાઇનાકલે), બળભદ્રસિંહ (પા.પુરવઠા, ભચાઉ)ના માતા, વિક્રમસિંહ (નિવૃત ઇફકો), કિશોરસિંહ (પીજીવીસીએલ, આદિપુર), કૈલાસબા જયસિંહ જાડેજા (ભુજ), સ્વ. કિરીટસિંહના કાકી, કનકસિંહ (રાજકોટ)ના ભાભુ, શક્તિસિંહ, કુલદિપસિંહ, યુવરાજસિંહ, રાજદીપસિંહ, યશદિપસિંહ, ધ્રુવરાજસિંહ, હર્ષદીપસિંહ, જયદીપસિંહ, જશરાજસિંહ, જશદીપસિંહ, અજયસિંહ, રજનીબા, મોનુબા, શ્વેતાબા, અશ્મીતા, કૃપાબા, રાજલબાના દાદી તા. 18/6ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 20/6ના સાંજે 5:30થી 6:30 લછવાણી ધર્મશાળા, વોર્ડ 4/એ આદિપુર ખાતે.

માધાપર(તા.ભુજ) : જાદવજી રવજી વોરા (ઉ.વ.64)તે સામુબેનના પતિ, દેવુબેન પ્રવિણ હિરાણી (હાલે લંડન), જ્યોતિબેન જિતેન્દ્રભાઇ માધાપરિયા (હાલે નૈરોબી), અરવિંદ, મહેશ (નૈરોબી)ના પિતા, કરસનભાઇ, રામજીભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. મનજીભાઇના ભાઇ, સોનલ, રસિલાના સસરા, દિપા, જિયા, દામિની, ધ્રુવ, હિરનીના દાદા, નંદિતા, હર્ષિક, હર્ષિલના નાના તા. 17/6ના અવસાન પામ્યા છે. તેમનુ બેસણું તા. 20/6ના સવારે 7:30થી 8:30 દરમિયાન ભુડિયાવાડી, શેરી નં. 6, જુનાવાસ, માધાપર નિવાસસ્થાન ખાતે.

તરા(મંજલ) (તા.નખત્રાણા) : અર્ચના ફુલિચા (ઉ.વ.19)તે લક્ષ્મીબેન, ખીમજી આશા ફુલિયા (કંડકટર, નખત્રાણા ડેપો)ના પુત્રી, આશાભાઇ, પેથાભાઇ, લાલજીભાઇ, શિવજીભાઇના પૌત્રી, કલ્પેશ, કલ્પના, પ્રિયંકા ખાંખલા (ગઢશીશા), સંજય, દેવશી (પોલીસ કોન્સ્ટેબલ, કંડલા), રામજી, કાંતિલાલના બહેન, કરસન, અરજણ, વાલજી, દિનેશ, કાંતાબેનના ભત્રીજી, સ્વ. લીલા હરશી ધુઆ (ઝુરા)ના દોહિત્રી, કરમશી, રવજીના ભાણેજી, અલ્પાબહેનની નણંદ તા. 18/6ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગયેલ છે. તેમનુ બેસણું તેમના નિવાસસ્થાન મહેશ્વરી વાસ, તરા-મંજલ ખાતે.

સાંયરાયક્ષ (તા.નખત્રાણા) : મુળ કાલર વાંઢ ભોપા રાણાભાઇ કરણાભાઇ રબારી (ઉ.વ.105)તે મેઘુબેનના પતિ, કમુબેન, સ્વ. દેવીબેનના ભાઇ, વાસંગ, સ્વ. સુરા, દેવરા, દેવાના પિતા, સાજણ, વેરશી, કાંયા, કાના, ખીશી, રાજા, વેલા, સોનુ, જશુના દાદા તા. 17/6ના અવસાન પામ્યા છે. સાદડી તેમના નિવાસસ્થાન સાંયરા (યક્ષ) રબારીવાસ ખાતે.

મંજલ(તા.અબડાસા) : જમણાબેન (ઉ.વ.80)તે સ્વ. વેલજી પ્રાગજી નાકરના પત્ની, કંચન (બિદડા), મંજુલા (બાગ), લતા (ગુંદીયાળી), મીના (ભુજપુર), રાજેશના માતા, ચંદુલાલ જમનાબેન (સુજાપર), સ્વ. લક્ષ્મીબેન (નાગ્રેચા)ના ભાભી, હરેશ (ભુજ), મનસુખ (નરેડી), હીરાલાલ (આસંબીયા), જગદીશ (બિદડા), કિરીટ, હસમુખ, મહેશ, જીતુના કાકી, પિયુષ, દર્શનના દાદી, કલ્પના, રતિલાલ, હીરાલાલ, વસંતલાલ, અશ્વિનના સાસુ, સ્વ. દયારામ નરશી માકાણી (ભીટારા)ના પુત્રી તા. 17/6ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 20/6ના બપોરે 3થી 5 તેમના નિવાસસ્થાન (મંજલ-રેલડીયા) ખાતે.

ડુમરા(તા.અબડાસા) : મુળ બિદડાના સેવક બ્રાહ્મણ સેવક દિપકકુમાર પ્રભુદાસ તીલક (ઉ.વ.36)તે ગીતાબહેન પ્રભુદાસ લક્ષ્મીદાસ તીલકના પુત્ર, સ્વ. જમનાદાસ, રૂપશંકર, મોહનલાલ (બીદડાવાળા)ના ભત્રીજા, સરોજબેનના પતિ, ભીખાભાઇ ચૌધરી (સુરતવાળા)ના જમાઇ, કિરણ (કાનો), અંકિતાના મોટાભાઇ, પ્રાચિ, વિવેકના પિતા, કવતના મોટાબાપા, સેવક મુક્તાબેન જયંતીલાલ રાસ્તે (સીનાગ્રાવાળા)ના દોહિત્ર તા. 18/6ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 20/6ના સાંજે 4થી 5 ડુમરા જૈન મહાજન વાડી ખાતે.

લઠેડી(તા.અબડાસા) : કુંભાર દાઉદ ભચુ (ઉ.વ.72)તે નુરમામદના પિતા, સોયબના દાદા, ફકીર મામદ અબ્દુલા કુંભાર, આધમ જકરીયા કુંભાર, રમજુ જકરીયા કુંભાર, ઉમર જકરીયા કુંભાર, મામદ જકરીયા કુંભાર, જુસબ અબ્દુલા કુંભારના કાકા તા. 17/6ના અવસાન પામ્યા છે. તેમની વાયઝ તથા જિયારત તા. 20/6ના સાંજે 6 કલાકે નિવાસસ્થાન ખાતે.

બંરદા(તા.લખપત) : પડયાર હાજીયાણી હાજરાબાઇ (ઉ.વ.75)તે હાજી હમીર જુસબના પત્ની, અલીમામદ, આસીબાઇ, ખતુબાઇના માતા, અભુ, અલીમામદ અભુ (ખારઇ)ના સાસુ, પડયાર હાજી ઇસ્માઇલ અબ્દુલાના ભાભી, પડયાર છાડના હમીર, હાજી સુલેમાન અામદ અલીમુસા, ખમીશા હમીરના મામી તા. 16/6 અવસાન પામ્યા છે. તેમની વાયેઝ તથા જિયારત તા. 19/6ના તેમના નિવાસસ્થાન બરંદા, તા. લખપત ખાતે.

ગાંધીધામનાPGVCLના ઇજનેરના નિધનથી શોક

ગાંધીધામનાPGVCLના એકઝીક્યુટીવ એન્જીનીયર વિનોદ કાનજીભાઇ મહેશ્વરી (ઉ.વ.56)નું અવસાનથી શોક છવાયો હતો. તેઓ ભુજથી મીટીંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાપેડા પાસે હૃદય રોગનો હુમલો આવતા અવસાન પામ્યા હતા. તેઅો એક અનુભવી, સૌની સાથે હળીમળી અને પીજીવીસીએલના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલ. તેમની વિદાયથી સંકુલએ સારા વ્યક્તિ તથા અધિકારી ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...