તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બસ સ્ટેશને ચક્કાજામ કરવામાં આવ્યો

બસ સ્ટેશને ચક્કાજામ કરવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500 અને 1000ની નોટ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજમાંથી નિકળેલી રેલી આદિપુર ખાતે બપોરે આવી પહોંચી હતી. જુદા જુદા વિસ્તારોમાં ફર્યા બાદ ગાંધીધામમાં પ્રવેશેલી રેલીએ એસટી બસ સ્ટેશન પાસે ચક્કાજામનો થોડાક સમય પુરતો કાર્યક્રમ યોજીને સંતોષ માન્યો હતો. રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણય સામે લોકોને જાગૃત કરવાના હેતુથી કોંગ્રેસે બીડુ ઝડપ્યું છે. શુક્રવારે જનજાગૃતિ લાવવાના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બપોરે આદિપુરમાં પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો રેલીમાં જોડાયા હતા. ત્યાર બાદ રેલી ગાંધીધામમાં પ્રવેશી હતી. એસટી બસ સ્ટેશન પાસે ચક્કાજામ કરવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા બેનરો સાથે લોકોને જાગૃત કરવાના હેતુથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પણ કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો.

રેલીમાં કાર્યકરો ઓછા, નેતા વધારે

કોંગ્રેસમાંએવી તાસીર છે કે, કાર્યકરો ઓછા હોય છે. બધાને નેતા થઇ જવું હોય છે. મોટા ગજાના નેતાઓ હાજરી પુરાવીને પોતાની નોંધ પ્રદેશમાં લેવડાવે છે. હકીકતે નેતાઓએ લોકોના પ્રશ્નો માટે લડત આપવાની જ્યારે જરૂર પડે છે ત્યારે ગાયબ થઇ જતા હોય છે. અથવા તો નોંધ લેવડાવીને આવા કાર્યક્રમોમાં ચાલતી પકડે છે. જો જોમ લાવવું હોય તો નાના કાર્યકરોને આગળ લાવવા પડશે અને પ્રોત્સાહનની જરૂરત છે.

નોટબંધીના વિરોધમાં વિપક્ષની રેલી

કોંગ્રેસની જનજાગૃતિ રેલીનું ગાંધીધામમાં આગમન

અન્ય સમાચારો પણ છે...