તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસે જનાક્રોશ રેલી સાથે નોટબંધીનો વિરોધ દર્શાવ્યો

કોંગ્રેસે જનાક્રોશ રેલી સાથે નોટબંધીનો વિરોધ દર્શાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે સમગ્ર દેશમાં લાદેલી નોટબંધીના વિરોધમાં અંજાર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જનાક્રોશ રેલીમાં સૂત્રોચ્ચાર કરાયો હતો.

શહેરની મુખ્ય બજાર, જાહેર સ્થળો તેમજ બેંકો સામે એકત્ર પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ‘મોદી તારા રાજમાં ખેડૂતો બેહાલ છે, વેપારી પરેશાન છે, અઢી લાખના હિસાબ માગે આલ્યા માલ્યા વિદેશ ભાગે’ જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા અને મોટી નોટો પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરાયો હતો. નિર્ણયથી કાળાનાણાના મુદ્દે લોકોને ભાગે માત્ર હાલાકી આવી છે અને વગદારો ફાવી ગયા છે.

રેલીમાં પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા અને જુમા રાયમા, જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, હમીર મ્યાત્રા, રમેશ ડાંગર સહિતના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.

અંજારમાં કેન્દ્ર સરકાર અને મોદી વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર

અન્ય સમાચારો પણ છે...