તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં આજથી ખાતેદાર હોય તેના બેંક ખાતા ખોલાશે

કચ્છમાં આજથી ખાતેદાર હોય તેના બેંક ખાતા ખોલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજ્યની સાથે કચ્છમાં પણ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા અને લોકોને માટે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જે લોકો બેંકમાં ખાતું ધરાવતા નથી તેમનું પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત નવું ખાતું સ્થળ પરથી ખોલી આપવામાં આવશે. આજે શનિવારે ભુજ, અંજાર અને ગાંધીધામમાં ખાતાં ખોલવાના કેમ્પ યોજાશે.

રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ દ્વારા કલેક્ટરને વીડિયો કોન્ફરન્સથી ડિજિટલ પેમેન્ટ માટે લોકોને પ્રોત્સાહિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માટે રાજ્યભરમાં જિલ્લા-તાલુકા મથકોએ નવાં બેંક એકાઉન્ટ્સ ખોલવા માટે જુદી-જુદી બેંકોના સહયોગથી કેમ્પ શરૂ કરવામાં આવશે, તેવું જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લીડબેંક મેનેજર સંજય સિન્હા સહિતના બેંક અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભુજમાં જ્યુબિલી સર્કલ ખાતે સવારે 7:30 કલાકથી કેમ્પ યોજાશે, જ્યારે ગાંધીધામમાં ત્રણ સ્થળોએ કાર્ગો ઝૂંપડપટ્ટી, આદિપુર સર્કલ, સુંદરપુરી ખાતે સવારે 8 કલાકે અને અંજારમાં દેવળિયા નાકે બેંક ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવશે. ભુજ ખાતે વહીવટીતંત્ર સાથે દેનાબેંક સહિતની બેંકોના પ્રતિનિધિઓ, નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ, ડી.એમ.ઓ. મજૂર અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક કેમ્પો યોજવાનું નક્કી કરાયું હતું.

ભુજ, ગાંધીધામ અને અંજારમાં કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...