તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઢોરીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાન પર 5 શખ્સનો ધારિયા વડે હુમલો

ઢોરીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાન પર 5 શખ્સનો ધારિયા વડે હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઢોરી ગામની સીમમાં રૂપિયાની ઉઘરાણી મુદે યુવાન પર 5 શખ્સોએ ધારીયા વડે હુમલો કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યારે અબડાસાના કોઠારા ગામની વાડીમાં બકરા ચરાવવા મુદે યુવાનને માથામાં લાકડી ફટકારી ઇજા પહોંચાડી હતી, અન્ય એક બાનવમાં માંડવીના બસ સ્ટેશનમાં બે અધિકારી વચ્ચે સ્ટાફની ડ્યૂટી મુદે ચકમક ઝરતાં જાનથી મારી નાખવાની ધમકી તથા જાતિ અપમાનીત કરાતાં ફરિયાદ નોંધાઇ.

ભુજના ભોજરડો ગામે રહેતા સિધિક સુલેમાન કોરારની ફરિયાદ આધારે તેમના ઉપર ઢોરી ગામના હુસેન નાલેચંગ કોરાર ઉછીના આપેલા રૂપિયા માગતો હોઇ તે આપતાં ઢોરી ગામની સીમમાં આરોપીઓ હુસેન નાલેચંગ કોરાર, ગફુર નાલેચંગ કોરાર, ઝાકીર નાલેચંગ કોરાર, કાસમ નાલેચંગ કોરાર, આલમ સહિતના પાંચ શખ્સોએ ધારિયા વડે હુમલો કરી ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તથા ફરિયાદીના સાહેદોને ધકબૂશટનો માર માર્યો હતો, બી ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી તમામ આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અબડાસા તાલુકાના કોઠારા ગામની સીમમાં આવેલી ધારાસંગની વાડીમાં બકરા ચારવવા બાબતે ગામના હારૂન મીઠુ મંધરાને ગામના ઇશાક ઝાકરિયા હિંગોરજા, સાજીદ ઝાકરિયાએ માથાના ભાગે લાકડી વડે માર મારતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, તો માંડવી શહેરના ગોકુલધામમાં રહેતા અને માંડવી બસ સ્ટેશનમાં એટીઆઇ તરીકે ફરજ બજાવતા પચાણભાઇ સુમારભાઇ ડુંગરિયાને એસટીમાં ટીસી ટ્રાફિક પીઆઇ તરીકે ફરજ બજાતા ભીખુભા કે. જાડેજાએ સ્ટાફની વહેંચણી મુદે મનદુ:ખ રાખી જાહેરમાં ગાળાગાળી કરી જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પચાણભાઇએ માંડવી પોલીસમાં આરોપી વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.

માંડવીમાં STના ATIને ટ્રાફિક કર્મચારીએ મારી નાખવાની આપી ધમકી

અન્ય સમાચારો પણ છે...