તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |રામ રહિમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે

ભુજ |રામ રહિમ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રામ રહિમ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ વધુમાં વધુ લાભ લે તેવો સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જે દાતાઓએ આનો લાભ લેવો હોય તેઓએ સંસ્થાનો સંર્પક કરી શકે છે. ટિફિન સેવા શરૂ કરવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિવિલ સર્જન ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય, નગરસેવક માલસી માતંગ, સતાર માંજોઠી, સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીર સમેજા, ઇસ્માઇલ કુરેશી, મહમદ હુસેન, મહેશભાઇ મૂલચંદાણી, મનોજભાઇ જોષી, સહેજાદ સમા, મુબારક મોકરશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ મનસુરઅલી બલોચે કરી હતી તેમજ શિવાભાઇ, ઇરફાન બલોચ, ભોગીલાલ વોરાએ વ્યવસ્થા સંભાળી હતી.

જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ

અન્ય સમાચારો પણ છે...