તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડાકડાઇ પાસે ખાનગી બસ ટ્રક ભટકાતાં ડ્રાઇવર સહિત બે ઘાયલ

ડાકડાઇ પાસે ખાનગી બસ-ટ્રક ભટકાતાં ડ્રાઇવર સહિત બે ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના ડાકડાઇ ગામ નજીક ખાનગી બસ અને ટ્રક આમને સામને ધડાકાભેર અથડાતાં બસચાલકને અસ્થિભંગ જેવી ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક અકસ્માત થતાં પેસેન્જરોના જીવી તાળવે ચોંટી ગયા હતા અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

અંગે પોલીસના આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજના ગણેશનગરમાં રહેતા અને ખાનગી મિનિબસ ચલાવતા દેવાંગભાઇ ઉર્ફે કાનો ભૂપેન્દ્રભાઇ જોષી (ઉ.વ.45)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, તે પોતાના કબજાની મિનિ લક્ઝરી બસ જીજે-12-ટી-4393 લઇ નખત્રાણા રોડ ઉપરથી આવતો હતો, ત્યારે સામેથી આવતી લીલા રંગની કેબિનવાળી ટ્રકના ચાલકે પૂરઝડપે ચલાવી ટક્કર મારતાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી તથા સાહેદને વત્તી-ઓછી ઇજાઓ થતાં બન્ને ઇજાગ્રસ્તોને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માનકૂવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માધાપર હાઇવે પર મોટરસાઇકલો સામસામે ભટકાતાં બે મહિલા ઘવાઇ

ભુજતાલુકાના કુકમા ગામે રહેતા અરવિંદભાઇ રાજાભાઇ ગરવા પોતાની બાઇક લઇ કુકમા તરફ જતા હતા, ત્યારે માધાપર હાઇવે પરની તુલસી હોટલ નજીક સંજય ફારસીએ પોતાની મોટરસાઇકલ જીજે-12-સીક્યુ-4969 અચાનક રોડ ક્રોસ કરી અકસ્માત કરતાં અરવિંદભાઇ સાથે બાઇક પર પાછળ બેઠેલા તેમના પત્ની જશોદાબેન (ઉ.વ.44) તથા તેમની પુત્રી પ્રભાબેન (ઉ.વ.26)ને માથાના ભાગે વત્તી-ઓછી ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માત સર્જી ટ્રકચાલક ડરનો માર્યો ભાગી છૂટ્યો

અન્ય સમાચારો પણ છે...