તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકામાં શુક્રવારે કરદાતાઓએ વેરા ભરવા ધરમના ધક્કા ખાધા

ભુજ પાલિકામાં શુક્રવારે કરદાતાઓએ વેરા ભરવા ધરમના ધક્કા ખાધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકામાં શુક્રવારે રદ થયેલી નોટોથી વેરા ભરવા આવેલા કરદાતાઓને ધરમનો ધક્કો થયો હતો, પરંતુ સોમવારથી માત્ર 500ની નોટથી વેરા વસુલાતની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.

500-1000ની નોટ ચલણમાંથી રદ કર્યા બાદ સુધરાઇમા રદ થયેલી નોટોથી કરવેરા ભરવાની છૂટ જાહેર કરી હતી, જેથી 11મીથી 24મી નવેમ્બર સુધી 402.08 લાખ રૂપિયા પાલિકાની તિજોરીમાં ઠલવાયા હતા. જેમાં 24મી નવેમ્બરે છેલ્લો દિવસ હોવાથી કરદાતાઓનો ભારે ધસારો રહ્યો હતો અને 37 લાખ જેટલી રકમ ધરી દીધી હતી. જોકે, કેટલાક કરદાતાઓ છેલ્લા દિવસથી અજાણ હતા તો કેટલાક કરદાતાઓ ફરી મુદ્દત લંબાઇ હશે એવી આશાથી કચેરીએ આવ્યા હતા, પરંતુ ઉપરથી કોઇ ઓર્ડર નથી થયો એવું જણાવી તેમની પાસેથી નાણા સ્વીકારાયા નહોતા. સૂત્રોએ કહ્યું હતું કે,13 દિવસથી દિવસ રાત જોયા વિના કરવેરા વસુલાતની કામગીરીમાં લાગેલા કર્મચારીઓને શનિ અને રવિની રજા મળી રહે એટલે લેખિત ઓર્ડર આવ્યો હોવાની વાત વહેતી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...