તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ એપીએમસીના ચેરમેન તરીકે કાનજી કાપડીની બિનહરીફ વરણી

ભુજ એપીએમસીના ચેરમેન તરીકે કાનજી કાપડીની બિનહરીફ વરણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખાલી પડેલા ચેરમેનના પદ પર ખેડૂત પ્રતિનિધિની ધારણા મુજબ બિનહરીફ વરણી કરાઇ હતી.

અગાઉના ચેરમેન અરજણભાઇ ચાવડાનું અવસાન થતાં વેપારી અગ્રણી ચિંતન ઠક્કરને કાર્યકારી તરીકે નિમાયા હતા, પણ ચેરમેન તરીકે ખેડૂત પ્રતિનિધિ આરૂઢ થઇ શકે તેવો નિયમ હોતાં તેની વરણી માટે યોજાયેલી સામાન્ય સભામાં કાનજી હરિરામ કાપડીએ ફોર્મ ભર્યું હતું. તેમના નામની દરખાસ્ત મનુભા જાડેજાએ કરી હતી, જ્યારે હઠુભા જાડેજાએ ટેકો જાહેર કરતાં સર્વાનુમતે નિયુક્તિ કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, નવા વરાયેલા ચેરમેન નથ્થરકુઇ ગામના સરપંચ પદે એક દાયકાથી ગ્રામ વિકાસમાં ચાવીરૂપ યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત સામાજિક અને સહકારી ક્ષેત્રે પણ સંકળાયેલા છે. ચૂંટણી અધિકારી એસ.બી. ચૌહાણ અને જિલ્લા રજિસ્ટાર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સેક્રેટરી એસ.એસ. બરાડિયા અને સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.

ભાજપ કાર્યાલયમાં આવકાર અપાયો ત્યારની તસવીર.

અન્ય સમાચારો પણ છે...