તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં એરફોર્સમાં ભરતી થવા યુવાનોએ લગાવી દોડ

ભુજમાં એરફોર્સમાં ભરતી થવા યુવાનોએ લગાવી દોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાપોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દીવસ યોજાયેલા એરફોર્સ ભરતી મેળામાં રવિવારે ઉમેદવારોની શારિરીક ક્ષમતાની ચકાસણી કરાઇ હતી.

એરમેન સિલેક્શન સેન્ટર અને ભુજ રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એરફોર્સના ભરતીમેળામાં ગુજરાતભરના 1160 ઉમેદવારોએ ભાગ લીધો હતો.શુક્રવારે અને શનિવારે મેડીકલ અને રીટર્ન ટેસ્ટ લેવાયા બાદ રવિવારે ફિટનેશ ટેસ્ટ લેવાઇ હતી જેમાં ઉમેદવારોએ 1.6 કિ.મિ. દોડ 7.30 મિનીટમાં પુરી કરવાની હતી તથા 10 દંડ લગાવવાના અને 10 વખત પગના અંગુઠાને અડી શરીરની ફિટનેશ પુરવાર કરવાની હતી.તો એડેપ્ટીલીટી ટેસ્ટ-1 માં ઉમેદવાર દરેક વાતાવરણને અનુકુળ થઇ શકે છે કે નહીં તે જોવામાં આવે છે અને છેલ્લે એક ટોપિક આપવામાં આવે છે તેની તથ્યાત્મક ચર્ચા કર્યા બાદ સિલેક્શન કરાશે.

શારિરીક ક્ષમતા પૂરવાર કરાવતા ભાવિ સૈનિકો

અન્ય સમાચારો પણ છે...