તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અબડાસા તા.પં.ની રામપર બેઠકની પેટા ચૂંટણીમાં 72.87 ટકા મતદાન

અબડાસા તા.પં.ની રામપર બેઠકની પેટા ચૂંટણીમાં 72.87 ટકા મતદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસામાંપંચાયતની રામપર (અબડા) બેઠકની પેટા ચૂંટણીમાં 72.87 ટકા મતદાન થયું હતું, જેમાં ભારાવાંઢ મતદાન મથકે સૌથી વધુ 83.62 ટકા અને સૌથી નીચું સુખપર (સાં) મતદાન મથકે 43.44 ટકા મતદાન નોંધાયાના હેવાલ છે.

અબડાસા તા. પં.ની રામપર (અબડા) બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર હાજી મામદ પૈયાનું અવસાન થયું હતું, જેથી તે બેઠકની રવિવારના પેટા ચૂંટણી યોજાઇ હતી. 10 મતદાન મથકોએ વહેલી સવારથી ભીડ લાગી હતી અને 8થી 10 વાગ્યા સુધીમાં તો 28 ટકા મતદાન થઇ ગયું હતું. ત્યારબાદ 10થી 12 વાગ્યા સુધીમાં 17.93 ટકા અને બપોરે 12થી 2 વાગ્યા સુધી ઘટીને 9.74 ટકા પડ્યા હતા, પરંતુ 2થી 4 વાગ્યા સુધી 12.08 ટકા અને સાંજે 4થી 5 વાગ્યા સુધી ખાસ ભીડ દેખાઇ નહોતી અને માત્ર 5.04 ટકા મતદાન થયું હતું.

મતદાન માટે લાગી કતાર

સ્ત્રી-પુરુષની ટકાવારીમાં માત્ર 3 ટકાનો ફરક

74.29ટકા પુરુષોએ અને 71.30 ટકા સ્ત્રીઓએ વોટિંગ કર્યું હતું. જે બંને વચ્ચે માત્ર 3 ટકાનો તફાવત છે.

અન્ય સમાચારો પણ છે...