• Gujarati News
  • National
  • મોથાળા ગામની દરગાહમાં અસાજિક તત્વોનો ત્રાશ : તોડફોડ કરી ચાદરને સળગાવી

મોથાળા ગામની દરગાહમાં અસાજિક તત્વોનો ત્રાશ : તોડફોડ કરી ચાદરને સળગાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના મોથાળા ગામની સીમમાં આવેલી નૂરમામદપીરની દરગાહમાં અસમાજિક તત્વો દ્વારા શુક્રવારે તોડફોડ કરી ચાદરને સળગાવવાની ઘટના બનતા નલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

નલિયા પોલીસે સાલેમામદ આધમ પઢીયારની ફરિયાદને ટાંકી જણાવ્યું હતું કે, નૂરમામદ પીરની દરગાહ પર ચડાવેલી ચાદરને કોઇ અસામાજિક તત્વોએ ઉતારી નાખી થોડે દુર સળગાવી નાખી હતી, તેમજ કુહાડી જેવા સાધાન વડે તોડ ફોડ કરી દરગાહની દિવાલ પર અભદ્રભાષામાં લખાણ કરી જઇ ધાર્મિક લાગણી દુભાવી હતી, બનાવની જાણ થતાં નલિયા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ડોગસ્વોડની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે મોથાળા મુસ્લીમ સમાજના અગ્રણીઓ તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિ દ્વરા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી આરોપીને તાકીદે ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.