• Gujarati News
  • National
  • દેશી દારૂ પર પૂર્વ કચ્છમાં 12 દરોડા પડયા, ઝડપાયું કોઇ નહી

દેશી દારૂ પર પૂર્વ કચ્છમાં 12 દરોડા પડયા, ઝડપાયું કોઇ નહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારેપૂવ કચ્છ એસ.ઓ.જી. અને એલ.સી.બી. એસ.પી.ની દેશી દારૂ પર રોક લગાવવાની કડક સૂચનાના પગલે હાથ ધરેલી દરોડાની કામગીરી હેઠળ કુલ 12 સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આશ્વર્ય વચ્ચે બધા દરોડામાં આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસી ગયા હતા.

એસ.ઓ.જી. ટીમો બનાવી પાડેલા 4 દરોડામાં પ્રથમ લાકડીયા વિસ્તારના તેજારાપીર, ગગડા વાંઢ ખો રેડ કરવામાં આવતાં અનવર ઓસમાણ ગગડા અને દાઉદ ઓસમાણ ગગડાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતી જેમાંથી 1800 લીટર આથો (કિંમત-3600) તથા પ્લાસ્ટીકના તૈયાર દારૂ કેરબા નંગ-9 (કિંમત 9000) તથા ડબલ ભઠ્ઠીના સાધનો (કિંમત-1000) એમ કુલ 13,600/- નો મુદામાલ જપ્ત કરી, નાસી ગયેલા આરોપીઓ વિરૂધ્ધ આગળની તપાસ માટે લાકડીયા પોલીસ મથકમાં ફરિયાદ આપવામા઼ આવી હતી.

અંજારના ગંગાનાકા ઇદગાહ સામે આવેલ ઓરડીઓમાં આરોપી અજીજ ઉર્ફે અજીયો મામદ કુરેશી વાળાના કબજામાંથી દેશીની કોથળી નંગ-300 (કિંમત-3000) જપ્ત કરવામાં આવી હતી. રેડ દરમ્યાન આરોપી નાસી ગયો હતો.

આદિપુરના 7 વાળી વિસ્તારમાં જગદિશ ઉર્ફે કાલુ રમેશ કરમચંદાણીના કબજામાંથી દેશીની કોથળી નંગ-28 (કિંમત-280) ઝડપી લેવામાં આવી હતી. આરોપી હાથમાં આવ્યો નહોતો.

અંતરજાળ ખાતેના ગોપાલનગર તળાવ પાસે રેડ કરતાં રવજી ખોડા આહિરના કબજામાં દેશી દારૂની થેલી નંગ-21 (કિંમત-210) વાળી મળી આવેલ તો આરોપી નાસી ગયો હતો.

બીજી બાજુ સ્થાનિક ગુનાશોધક શાખાએ 8 રેડ કરી હતી જેમાં જુની સુંદરપુરી ખાતેથી આરોપી આતુ નામોરી મહેશ્વરીના કબજામાંથી દેશી દારૂની થેલી નંગ-27 (કિ઼મત-270) જીઆઇડીસી ઝૂંપડામાંથી લતાબેન વિજય દેવીપુજકના કબજામાંથી દેશી બનાવવાનો આથો 35 લીટર, (કિંમત-70) મળી આવ્યો હતો, સહારાનગર ગળપાદરમાં વિમળાદેવી સીતારામ ડાબીયાના કબજામાંથી 34 થેલી દેશી દારૂ (કિંમત-340) મળી આવ્યો હતો, ઇન્દીરાનગર, ગાંધીધામમાં ભરત રાજુ કોલીના કબજામાંથીકન્ટ્રીની થેલી નંગ-53 (કિંમત-530) ત્યાં બીજા દરોડમાં લક્ષ્મીબેન હરેશ કોલીના કબજામાંથી આથો લીટરઅ50 (કિંમતઅ100) , મચ્છુનગરમાંથી હિરલ રામચંદ કોલીના કબજામાંથી દેશી દારૂની

...અનુસંધાનપાનાનં.4



થેલીનંગ-22 (કિંમત-220), રેલ્વે ઝૂંપડા, ગાંધીધામમાંથી સકીનાબાઇ રહેમાન જામના કબજામાંથી કન્ટ્રીની થેલી નંગ-22 (કિંમત-220) અને નવાનગર, અંજારમાં નારાણ પુંજા દાફડાના કબજામાંથી દેશી દારૂની થેલી નંગ-23 (કિંમત-230) ઝડપી લેવામાં આવી હતી. એક પણ આરોપી હાથમાં આવ્યો હોવાનું જાહેર થયું નહોતું.

અન્ય સમાચારો પણ છે...