• Gujarati News
  • National
  • કચ્છ મોરબી જિલ્લાના વિકાસ પર્વને અનુલક્ષીને બેઠક યોજાઇ

કચ્છ-મોરબી જિલ્લાના વિકાસ પર્વને અનુલક્ષીને બેઠક યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામખાતે તા. 24/6ના યોજાનાર વિકાસ પર્વ સંમેલનના આયોજનના અંતર્ગત એક બેઠક ભુજ મધ્યે યોજાઇ હતી. બેઠકને સંબોધન આપતા કચ્છના જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકર, જળ સંશોધન મંત્રી સંવરલાલ જાટ, ગુજરાત ના પ્રભારી દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ગાંધીધામ ખાતે કાર્યકર્તા મિલન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ લોકો સુધી વધારેમાં વધારે પહોંચાડી અને લોકોને મદદરૂપ બનવા હાકલ કરી હતી. આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન મહામંત્રી અનિરૂદ્ધ દવેએ કર્યું હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર ઘનશ્યામ આર. ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...