• Gujarati News
  • National
  • ભુજની ભોજક શેરીનું ગેરકાયદે બાંધકામ દૂર કરો

ભુજની ભોજક શેરીનું ગેરકાયદે બાંધકામ દૂર કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીભોજક શેરીમાં એક વેપારી દ્વારા બીજા માળે નિયમ વિરૂદ્ધ કરાયેલું બાંધકામ દૂર કરવા વિસ્તારના રહીશોએ ફરી એકવાર રજૂઆત કરી છે. વર્ષ 2008થી 2012 દરમિયાન 11 વાર કલેક્ટરને આવેદનપત્ર પાઠવનારા લોકોએ સમય દરમિયાન ભાડા અને પાલિકા દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ મનાયો હોવાનો આક્ષેપ કરાયો છે.

હાલના દુકાન માલિક ખત્રી બંધુઓએ જે તે સમયે એમ.એમ. શાહ પાસેથી મકાન ખરીદીને રહેણાક વિસ્તારમાં બાંધણીનું કેમિકલ કારખાનું ભાડાની મંજૂરી વિના ચાલુ કર્યા બાદ કલેક્ટરના જાહેરનામાના પગલે વર્ષ 2012માં બંધ કરવું પડ્યું હતું. ત્યાર બાદ સ્થળે બીજા માળે વિશાળ એસી રૂમ બનાવીને ડાયમંડ એન્ટરપ્રાઇઝ નામની કાપડની દુકાન શરૂ કરાઇ છે તેના માટે પણ ભાડાની પરવાનગી લેવાઇ નથી.

ભોંય તળિયાની દુકાન બહાર 12 ફૂટ લાંબો અને 2.5 ફૂટ પહોળો ઓટલો બનાવાયો છે. પાણીની લાઇન પર બનાવાયેલા ઓટલા માટે પણ પાલિકાની મંજૂરી લેવાઇ નથી.

શેરીના રહીશો વતી રજૂઆત કરતા કે. વી. ભાવસારે એવો આક્ષેપ કર્યો હતો કે, બાબતે રજૂઆત કરાયા બાદ ભાડા અને પાલિકા દ્વારા દુકાન માલિકને અનઅધિકૃત બાંધકામ દૂર કરવા માત્ર નોટિસો અપાઇ છે, જ્યારે ઠોસ કામગીરીની દીશામાં કોઇ કદમ ઉઠાવાયું નથી. રહેણાક વિસ્તારમાં કરાયેલું ગેરકાયદે બાંધકામ તાકીદે દૂર કરવા માટે રહીશોએ માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...