• Gujarati News
  • National
  • મખણામાં પ્રાઇમસની ઝાળમાં લપેટાઇ જતાં મહિલા મોતને ભેટી

મખણામાં પ્રાઇમસની ઝાળમાં લપેટાઇ જતાં મહિલા મોતને ભેટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના મખણા ગામમાં ગુરૂવારે સવારના અરસામાં મહિલા પોતાના ઘરે પ્રાઇમસની ઝાળમાં ગંભીર રીતે દાઝી જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મખણામાં ગામે રહેતી વાલુબેન હીરાભાઇ રબારી (ઉ.વ.40) પોતાના ઘરે સવારે 11 વાગ્યાના અરસામાં પ્રાઇમસ પર રસોઇ બનાવી રહી હતી, ત્યારે પ્રાઇમસમાં અચાનક ભડકો થતાં તેણે પહેરેલા કપડામાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું, પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...