• Gujarati News
  • National
  • ભુજના રેલવે સ્ટેશને મહિલા કર્મચારીની અનોખી સમાજ સેવા

ભુજના રેલવે સ્ટેશને મહિલા કર્મચારીની અનોખી સમાજ સેવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનારેલવે સ્ટેશન પર ખલાસી તરીકે ફરજ બજાવતા મહિલા નોકરી પૂરતા સીમિત રહીને અનોખી સમાજ સેવા પણ કરે છે. સ્ટેશન પર કોઇ વિખૂટી મહિલા કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જોવા મળે તો તરત સેવાભાવી સંસ્થાઓને જાણ કરીને પુન:વસન માટે મદદરૂપ બને છે.

છેલ્લાં 11 વર્ષથી સેવા આપી રહેલા ડિમ્પલબેન માનસિંગ રાજપૂતની ફરજમાં રેલવે કોચની સફાઇ તેમજ સ્ટેશન પર ચાર્ટ લગાવવાનું આવે છે. એક દાયકા કરતાં વધારે સમયથી નોકરી કરતાં મહિલા પોતાને માત્ર સરકારી ફરજ પૂરતા મર્યાદિત રાખીને સમાજ સેવાની અનોખી પહેલ કરી છે.રેલવે સ્ટેશન પર જો કોઇ માનસિક વિકલાંગ મળી આવે તો સંબંધિત સંસ્થાને જાણ કરે છે. ઘરથી વિખૂટી પડેલી દીકરીઓને આશરો આપે છે. માતા-પિતા કે સાસુ-સસરાના ત્રાસથી ઘર છોડીને ચાલી આવતી બહેનોને સમજાવવાનું અને પોલીસ રક્ષણ સાથેનું પુન:સ્થાપન થાય ત્યાં સુધી મદદ કરે છે. અત્યાર સુધીમાં દીકરીઓ, મહિલાઓ, વૃદ્ધો અને માનસિક રોગી જેવા 35 જેટલા કેસમાં તેઓ મદદરૂપ બન્યાં છે તેવું લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...