• Gujarati News
  • National
  • દાનમાં મળેલી પસ્તીની ઉપજથી સેવા કરવાની અનોખી કેડી કંડારાઇ

દાનમાં મળેલી પસ્તીની ઉપજથી સેવા કરવાની અનોખી કેડી કંડારાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાખાનગી રિસોર્ટમાં પસ્તી ગ્રૂપ દ્વારા 15 પ્રાથમિક શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સંસ્થાએ દાનમાં પસ્તી મેળવી તેની ઉપજથી સેવાકાર્યો કરવાની અનોખી કેડી કંડારી છે. આવું મેં મારા જીવનકાળમાં પ્રથમ વખત જોયું છે.

વધુમાં કહ્યું હતું કે, ભુજના નાગરિકોએ પસ્તીનું દાન કરી પસ્તી ગ્રૂપનો ઉત્સાહ વધારવો જોઇએ. ઉપરવાળા સૌને એક વસ્તુ સૌને કોમન આપી છે અને તે છે સમય. જેથી સમયનો સદુપયોગ કરવો જોઇએ અને તે પસ્તી ગ્રૂપ પાસેથી શીખવું જોઇએ. ભુજના નાગરિકોને મારો અનુરોધ છે કે, તેઓ પણ પસ્તી ગ્રૂપ પસ્તી આપવા માટે રવિવારનો સમય ફાળવે. જેથી આવા સેવાકાર્યો કરનારાનો ઉત્સાહ વધારી શકાય. તકે સાંસદ વિનોદ ચાવડા, નગરપતિ અશોક હાથી, ઉપપ્રમુખ સુશિલાબેન આચાર્ય, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલ જે.પી. ચોટાઇ અને અન્ય નગરસેવકો તથા તકે કલેકટર એમ.એ. ગાંધી અને પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

છાત્રોને શૈક્ષણિક કિટ આપી રહેલા શિક્ષણમંત્રી સાથે પસ્તી ગ્રૂપના સભ્યો સાથે નગરપ્રમુખ.

ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે બસ ફાળવી

ટ્રાવેલ્સનીપેઢીઓ પટેલ ટ્રાવેલ્સ, એચ.કે. ટ્રાવેલ્સ, સોમનાથ ટ્રાવેલ્સ, સ્વામિનારાયણ ટ્રાવેલ્સ અને દૂન પબ્લિક સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલથી કાર્યક્રમના સ્થળે અને કાર્યક્રમના સ્થળેથી ફરી સ્કૂલ સુધી પહોંચાડવા બસો ફાળવી ગ્રૂપને સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ યોજવા માટે રેયાણ રિસોર્ટે જગ્યા ફાળવી હતી.

અન્ય સમાચારો પણ છે...