• Gujarati News
  • National
  • આદિપુર સહિતની જિલ્લાની કોલેજોમાં સાચું ચિત્ર પહેલી જુલાઇ બાદ સ્પષ્ટ થશે

આદિપુર સહિતની જિલ્લાની કોલેજોમાં સાચું ચિત્ર પહેલી જુલાઇ બાદ સ્પષ્ટ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર સહિતની જિલ્લાની કોલેજોમાં સાચું ચિત્ર પહેલી જુલાઇ બાદ સ્પષ્ટ થશે



યુનિવર્સિટીગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ પદ્ધતિ અમલમાં મુકી છે. ફોર્મ ભરવાની અટપટી વિધિને કારણે વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. ભરાયેલા ફોર્મ બાદ સાચું ચિત્ર પહેલી જુલાઇ બાદ સ્પષ્ટ થાય તેવી શક્યતા હાલના તબક્કે જણાઇ રહી છે.

યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણનગરી આદિપુરમાં આવેલી કોલેજોમાં તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ, તોલાણી કોમર્સ કોલેજ, રાજાભાઇ પટેલ કોલેજ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો થતાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની આવન-જાવન શરૂ થઇ ગઇ છે. ફોર્મ ભરવાની પદ્ધતિમાં કેટલાક વિદ્યાર્થીઓને જાણકારી માટે કરવામાં આવેલી હેલ્પલાઇનનો પણ સહયોગ લઇ રહ્યા છે. વિજ્ઞાન માટે તા.18, આર્ટસ માટે તા. 23 તથા પીજી માટે તા.3 સહિતની જુદી-જુદી તારીખોની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. આવેલા ફોર્મ બાદ ચકાસણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...