તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 20મા સુવર્ણ કળશ પાટોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો સંપન્ન

20મા સુવર્ણ કળશ પાટોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઆશાપુરા મંદિરે રવિવારે 20મા સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞના ભાગરૂપે સંકલ્પ પૂજન અને હિમાલય દર્શન નવનિર્માણનું પૂજન સેંકડો માઇભક્તોની હાજરીમાં સંપન્ન થયું હતું જેમાં દસ દંપતિએ પૂજા-યજમાન તરીકે સ્થાન લીધું હતું.

ગણપતિ પૂજન, કળશ પૂજન, માતાજીનું પૂજન અને મહાપૂજા કરી આરતી ઉતારવામાં આવી હતી. માજી મહારાઓ પ્રાગમલજી ત્રીજા પૂજા-અર્ચન સમયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજારી જનાર્દન દવેએ તિલક કરી તેમનું સન્માન કર્યું હતું. પરંપરા મુજબ તેમના હસ્તે ધ્વજા પૂજન કરાવાયું હતું. અરૂણાબેન વાસુદેવ ઠક્કર પરિવારે હાર અને શાલ ઓઢાડીને જ્યારે અરૂણભાઇ વછરાજાનીએ પણ મંદિર વતી સન્માન કર્યું હતું. તે સમયે તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા અને દેવપર યક્ષ ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. પૂર્વ મહારાઓ અને સર્વે પૂજા યજમાન દંપતિના હસ્તે હિમાલય દર્શન નવનિર્માણ કરવાના અનુસંધાને હાલ સ્થિત હિમાલય દર્શનનાં પૂજા-અર્ચન કરવામાં આવ્યાં હતાં.

પ્રસંગે શશિકાંત રૂપારેલ, ચંદુભાઇ ગોર, નિશાંતભાઇ ઠક્કર, પ્રતાપભાઇ આશર સહિતના બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. રજનીકાંતભાઇ જોશી તેમજ મંદિર-ટ્રસ્ટ, સમિતિના સભ્યો અને આરતી ગ્રૂપના કાર્યકરોએ સેવા આપી હતી.

મા આશાપુરા મંદિરે સેંકડો માઇભક્તોની હાજરીમાં ઉલ્લાસભેર કરાયું આયોજન

અન્ય સમાચારો પણ છે...