તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં પણ વિધર્મી મુકત નવરાત્રી ઉજવવા હિન્દુ યુવા સંગઠનનું આહવાન

ભુજમાં પણ વિધર્મી મુકત નવરાત્રી ઉજવવા હિન્દુ યુવા સંગઠનનું આહવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિનીઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે માંડવી અને અંજારમાં વિધર્મી મુકત નવરાત્રી ઉજવવાની પહેલ અને ઝુંબેશ સફળ રહ્યાના દાવા વચ્ચે વર્ષે ભુજમાં પણ પૂર્ણ રીતે વિધર્મી મુકત નવરાત્રિની ઉજવણી કરવાનું આહ્વાન હિન્દુ યુવા સંગઠન અને ભગીની સંસ્થાઓ દ્વારા કરાયું છે. રાસ ગરબામાં વિધર્મીઓને પ્રવેશ અપાય અને નવલા નોરતાંની ઉજવણી સાર્થક થાય તેવા આશયથી ભુજની દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે તમામ સામાજીક આગેવાનોની યોજાયેલી બેઠકમાં હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ નવરાત્રીએ હિન્દુ સમાજનો મોટો તહેવાર હોવાથી પર્વની ખરા અર્થમાં ગરીમા જળવાય તે માટે વીધર્મી મુકત નવરાત્રી ઉજવવા માટે તમામ સમાજો સ્વયંભુ સહયોગ આપે તેવી અપીલ કરી હતી. બેઠકમાં રઘુવીરસિંહ જાડેજા, રાજેશ જોશી, ચેતન રાવલ, હરીભાઇ આહિર, ઘનશ્યામ ગોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

વિધર્મી મુકત નવરાત્રી ઉજવવા માટે સમાજ સંકલ્પબધ્ધ બનશે ત્યારે લવજેહાદની ઘટનાઓ બનતી અટકશે. તેવો સુર બેઠકમાં વ્યકત કરાયો હતો. સામાન્ય રીતે નવરા્ત્રીના અમુક સમયગાળા બાદ લવજેહાદના કિસ્સા એકાએક વધી જતા હોવાનું સપાટી પર આવ્યું છે. જેની પાછળ વિધર્મીઓની હાજરીને મહત્વની માનવામાં આવે છે.કેમેક આજ ઉત્સવ સમયે હીન્દુ યુવતીઓને ભોળવીને ફસાવી લેવામાં સરળતા રહેતી હોવાનૂ઼ રઘુવીરસિંહ તથા અન્ય આગેવાનોએ કહ્યું હતુ઼.

કોર્મશીયલગરબીમાં વિધર્મીઓનું દુષણ વધુ

કોર્મશીયલગરબીમાં વિધર્મીઓની હાજરી વધુ પ્રમાણમાં હોય છે. અને વાજીંત્ર વગાડતા કલાકારો અને ગાયકો પણ મોટાભાગે બીનહિન્દુ સમાજના હોય છે. ત્યારે કોર્મશીયલ ગરબીમાં વિધર્મીઓનું દુષણ વધુ હોતાં તે તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરાશે

લવ જેહાદની ઘટનાઓ તોજ અટકશે

સમાજ સજાગ બને તે અત્યંત જરૂરી

હિન્દુયુવા સંગઠન અને અન્ય સંસ્થાઓ તો પોતાની રીતે પ્રયાસ કરે છે. પણ જયારે સમાજના લોકો તેમની બહેન દિકરીઓને જયાં વિધર્મી વધુ હોય તેવા નવરાત્રી ઉત્સવમાં મોકલવાનું બંધ નહિ કરે અને બાબતે જાગૃતતા નહી દેખાડે ત્યાં સુધી ઝૂંબેશને ધારી સફળતા નહિ મળે. સૌના સહકાર થકી અભિયાનને સફળતા મળશે.

સતત ચોથા વર્ષે હિન્દુ સંસ્થાએ નવરાત્રીના પર્વની સંસ્કારીતા જાળવવા માટે કમર કસી : ભુજમાં સામાજીક આગેવાનોની બેઠકમાં આયોજન માટે તમામનો સહયોગ મંગાયો : બેઠકમાં અગ્રણીઓ સર્વસંમત થયા

માંડવી અને અંજારમાં પહેલ 3 વર્ષથી સફળ રહ્યાનો દાવો

અન્ય સમાચારો પણ છે...