તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીમાં કૌભાંડ, રાતોરાત સંખ્યા ઓછી થઇ ગઇ !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીમાં કૌભાંડ, રાતોરાત સંખ્યા ઓછી થઇ ગઇ !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્થળ પર ભૂખ્યા તરસ્યા બેઠેલા ઉમેદવારોએ હોબાળો મચાવી દીધો

શિક્ષણવિભાગમાં ભ્રષ્ટાચાર નવી વાત નથી. અનેકવાર ભરતી પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો થઇ છે. ત્યારે હાલમાં શહેરના જીસીઇઆરટી ભવનમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં વધુ એક ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે. રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શનિવારે ઉમેદવારો સ્થળ પસંદગી માટે આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે ભૂખ્યા અને તરસ્યા સ્થળ પસંદગી માટે બેસી રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવી દીધો હતો.

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની ઘટ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારે અરજીની ચકાસણી બાદ શનિવારે અલગ અલગ જિલ્લાઓમાંથી મેરિટમા આવતા ઉમેદવાર હાજર રહ્યા હતા. પરંતુ સવારે 11:30 વાગે બોલાવેલા ઉમેદવારોની સ્થળ પસંદગી પ્રક્રિયા 4 વાગે શરૂ કરી હતી. જ્યારે ભરતી સમયે બતાવેલી સંખ્યા પણ ઓછી થઇ ગઇ હતી. ઉમેદવારો રોષે ભરાયા હતા અને જવાબ માગવામાં આવ્યો હતો. ત્યારે હાજર અધિકારી દ્વારા બચાવ કરવામાં આવતો હોય તેમ જણાતું હતું. જગ્યા કેવી રીતે ઓછી થઇ ગઇ તેને લઇને જિલ્લાઓના ડીઇઓ ઉપર ઠીકરાં ફોડવામાં આવતા હતા.

ઉમેદવારોનો ભ્રષ્ટાચારનો આરોપ

મનીષાચાવડા જૂનાગઢ, દેવિકા મોરી કચ્છ, કૈલાશ મહિડા શાપુર, દીપક ચાવડા બગસરા (હેન્ડિકેપ) કનુ ડાભી મહુવા, પ્રદીપ બારૈયા લીંબડી, મિત્તલ પટેલ મહેસાણાએ ભરતી પ્રક્રિયામાં ગોટાળા કરાયા હોવાનો અવાજ ઉઠાવ્યો હતો.

જિલ્લાડીઇઓએ માહિતી ખોટી આપી

^ભરતીપ્રક્રિયા સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો છે ત્યારે હાજર અધિકારી બી કે ત્રિવેદી ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે અરજી સમયે બતાવવામાં આવેલી જગ્યાઓ કેમ્પમાં ભરાઇ જવાને લઇને સમસ્યા થઇ શકે છે. ઉમેદવારોએ અરજી આપી છે ત્યારે તપાસ કરાશે. > બીકે ત્રિવેદી, ડે.ડાયરેક્ટર

ભરતીમાં ફિઝિકલ હેન્ડિકેપની જગ્યા ગાયબ

અમરેલીનાબગસરાના દીપક ચાવડાએ કહ્યું કે ભરતીમાં ગોટાળા કરવામાં આવ્યા છે. વિભાગમાંથી માહિતી મંગાવી ભરતી કરતું હોય છે. ભરતી સમયે ફિઝિકલ હેન્ડિકેપની 1 જગ્યા બતાવી હતી. પરંતુ શનિવારે તે જગ્યા ગાયબ થઇ ગઇ છે. આવું કેવી રીતે શક્ય બની શકે છે. ચોક્કસ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

ભરતીમાં હાજર રહેલા મહુવાના કનુ ડાભીએ કહ્યું કે ભરતી સમયે 7 જગ્યાઓ બતાવવામાં આવી હતી. જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવ્યા ત્યારે માત્ર 2 જગ્યાઓ બતાવી હતી. ત્યારે કેવી રીતે બની શકે તેવો સવાલ હાજર અધિકારી સામે કર્યો હતો. અધિકારીએ લેખિત આપો ઉત્તર આપી દઇશું કહ્યું હતું.

ભરતી સમયે 7 જગ્યા, સ્થળ પસંદગી વખતે 2 થઇ ગઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો