તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર

સરકારનાજાહેરનામા મુજબ ચેટીચાંદની રજા 28/3ની જગ્યાએ 29/3ના જાહેર કરવામાં આવી છે જેથી યુનિવર્સિટીની 29/3ના તમામ પેપરો પણ 28/3ના તે સમય અને સ્થળે લેવાશે જેની નોંધ લેવી. તેમજ કચ્છ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાઓ પૈકી વાર્ષિક પદ્ધતિ વાળી / રીપીટર દ્વિતિય વર્ષની પરીક્ષા તા.24/3થી રાખવામાં આવેલી છે. પરીક્ષાનો કાર્યક્રમ યુનિ.ની વેબસાઈટ પર જોઈ લેવો.

ગુજરાતએસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ

ભારતીયમજદુર સંઘ સંચાલિત ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા તા.21/4થી તા.23/4 દરમિયાન દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઈચ્છુકોએ જગતસિંહ સોઢા તેમજ કૈલાશભાઈ વોરાનો સપર્ક કરી નામ નોંધાવવા.

શહેરમાંરોજગાર ભરતી મેળો

તા.19/3સવારે 9થી 5 દરમિયાન ડો.બાબા સાહેબ આંબેડકર ભવન, રાજકોટ નાગરીક બેંક પાછળ, ભુજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે વધુ માહિતી માટે 7878232203નો સંપર્ક કરવો.

એક્યુપ્રેસરનિ:શુલ્ક સારવાર કેમ્પ

જાયન્ટ્સગ્રૂપ ઓફ ભુજ દ્વારા તા.20/3 સોમવારે 5થી 6:30 દરમિયાન જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે નિ:શુલ્ક એક્યુપ્રેસર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જાયન્ટ્સગ્રૂપ દ્વારા હોમિયોપેથિક સારવાર

તા.20-21/3સોમ અને મંગળવારે સાંજે 4થી 5:30 દરમિયાન જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે ડો.ઋચિ કારીયા દ્વારા રાહતદરે હોમિયોપેથીક સારવાર આપવામાં આવશે.

સોમનાથસુઝોક-એક્યુપ્રેસર થેરાપી સેન્ટર

સોમનાથમંદિર, ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે તા.20/3થી 1/4 દરમિયાન સોમનાથ દ્વારા અપાતી સુઝોક અને એક્યુપ્રેશર સારવાર અનિવાર્ય સંજોગોને કારણે બંધ રહેશે. તા.3/4ના સાંજે 4:30થી 7 દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે.

રામકૃષ્ણયુવક મંડળ

રામકૃષ્ણયુવક મંડળ સંચાલિત લક્ષ્મીબેન રેવાશંકર ઠકકર મા શારદા ચિકિત્સાલય, સંસ્કાર નગરમાં સોમવારથી શનિવાર સવારે 9થી 11 દરમિયાન દર્દીઓને 10 રૂપીયાના ટોકન ચાર્જથી તપાસીને 3 દિવસની દવાઓ આપવામાં આવશે.

જનરલહોસ્પિટલમાં ફળ-દવા-બિસ્કિટ વિતરણ

રામકૃષ્ણયુવક મંડળ દ્વારા ડો. અતુલ મોડેસરાના આર્થિક સહયોગથી તા.19/3 રવિવારે સવારે 10 કલાકે ભુજની જનરલ હોસ્પિટલમાં ફળ-દવા-બિસ્કિટનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લાવૈષ્ણવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ

ગોવર્ધનનાથજીનીહવેલીના પાટોત્સવ નિમિત્તે તા.19/3ના સાંજે 5થી 8 દરમિયાન નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ, તેમજ સાંજે 6:45થી 7:45 દરમિયાન શયનમાં ગીરીરાજ બાપુના દર્શન, તા.20/3ના સાંજે 6:45થી 7:45 દરમિયાન શયનમાં ફુલ મંડળી તેમજ તા.21/3ના સવારે સવારે 9:30થી 10 પલના તેમજ નંદ ઉત્સવ, તિલક દર્શન સવારે 11થી 11:30 અને પુષ્પ મહેલ શયનમાં સાંજે 6:45થી 7:45 દરમિયાન યોજાશે.

રામકૃષ્ણયુવક મંડળની એક બેઠક

તા19/3નાસવારે 11 કલાકે પ્રાર્થના મંદિર, સંસ્કાર નગર, ભુજ ખાતે રામકૃષ્ણ યુવક મંડળના કારોબારી સભ્યો તેમજ શુભેચ્છક સભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયનપ્લેનેટરી સોસાયટી

ઈન્ડિયનપ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેંગાર પાર્કના બાલભવન ખાતે તા.19/3ના સવારે 11થી 1 દરમિયાન વિશ્વ ચકલી દિન નિમિત્તે ‘ચકલી આપણા પરીવારની સભ્ય’ વિષય પર વક્તવ્ય અને સાયન્સ પીક્ચર યોજાશે.

નવચેતનભગવાન મહાવિર માનવ કલ્યાણ કેન્દ્ર

નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સંસ્થા પરિવારના સહયોગથી સમાજરત્ન એવોર્ડ વિજેતા વી.જી. મહેતાનો સન્માન સમારંભ તા.19/3ના બપોરે 3:30 કલાકે જૈન વંડો, પહેલા માળે, ભુજ ખાતે યોજાશે.

વાયડાવણિક જ્ઞાતિ જોગ

વાગડસંઘ જવા ઈચ્છુક જ્ઞાતિજનોએ તા.26/3 સુધીમાં 9376871711નો સંપર્ક કરવો.

રાજગોરમાકાણી મહિલા મંડળની બેઠક

રાજગોરમાકાણી પરિવાર મહિલા મંડળ ભુજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ઉજવણીના આયોજનની ચર્ચા કરવા અર્થે તા.20/3 સોમવારે સાંજે 5 કલાકે મોમાય માતાના મઢ, મઢી ફળીયા, ડાંડાબજાર, ભુજ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈસ્કોનભુજ દ્વારા સત્સંગનું આયોજન

તા.19/3રવિવારે સાંજે 6થી 8 દરમિયાન ઈસ્કોન સેન્ટર, સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ ખાતે કિન્શુકદાસ દ્વારા ભગવત ગીતા પર પ્રવચન, કિર્તન તેમજ પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છીદશા ઓસવાળ જૈન ભુજ મહાજન

કચ્છીદશા ઓસવાળ જૈન જ્ઞાતિના મહાજનભુજ દ્વારા મહાકાળી માતાજીની ભાવના તા.19/3ના બપોરે 3:30 કલાકે એકમ ભવન ભુજ ખાતે.

સંસ્કારનગર મહિલા મંડળ

મંડળસંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર તા.19/3 રવિવારે સાંજે 4થી 5 દરમિયાન કોમ્યુનિટી હોલ, ગરબીચોક, સંસ્કાર નગર, ભુજ ખાતે યોજાશે.

આદિપુરમાંઆર્ષ અધ્યયન કેન્દ્રનું પ્રવચન

આર્ષઅધ્યયન કેન્દ્ર ભુજના પ્રદિપ્તાનંદ સરસ્વતી દ્વારા તા.19/3ના સાંજે 6 કલાકે ભગવત ગીતા અને તણાવ મુક્તી વિષય પર તપ ઓર્થોપેડીક હોસ્પિટલ, પ્લોટ નં.476, વોર્ડ 5-બી, આદિપુર ખાતે પ્રવચન યોજાશે.

માધાપર-ભુજસોરઠિયા સમાજ જોગ

તા.26/3રવિવારે સાંજે 5 કલાકે યદુવંશી સોરઠિયા (આહિર) જ્ઞાતિની વાડી, માધાપર ખાતે નવી કારોબારીની રચના કરવા અર્થે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

માધાપરમહાવીર ખીચડી ઘર

માધાપરમૂ.પૂ. જૈન સંઘ સંચાલિત મહાવીર ખીચડી ઘર અંર્તગત તા.19/3ના માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ઝુંપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તારમાં ભોજન અને ફ્રુટનું વિતરણ કરાશે.

પાલારામાંભાગવત કથા યોજાશે

તા.20/4થી26/4 પાલારા ખાતે આવેલા રામેશ્વર શિવાલયમાં સમુહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોથી નોંધાવવા ઈચ્છુકોએ. 9427434134નો સંપર્ક કરવો.

વિવિધસ્થળે દાદા ભગવાનનો સત્સંગ

ભુજ: તા19/૩, રવિવાર, સાંજે 5થી 7 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રરિત સત્સંગ, ત્રિમંદિર, એરપોર્ટ રોડ હિલ ગાર્ડન ની પાસે, ભુજ ખાતે.રાપર :તા19/3, રવિવાર, રાત્રે 7:30 થી 9 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ. ઘનશ્યામ ભાઈ વકીલ ની ઉપર, કોટવાલ વાસ માલી ચોક, રાપર મધ્યે રહેશે. મુન્દ્રા: તા19/3/ રવિવારે સાંજે 4થી 5:30 દરમિયાન દાદા ભગવાન પ્રેરીત સત્સંગ અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે રહેશે.ગાંધીધામ :તા19/3, રવિવારે સાંજે 5:30થી. 7 વાગ્યા સુધી દાદા ભગવાનપ્રેરીત સત્સંગ. સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાયંસ પેટ્રોલ પંમ્પ પાસે, ગાંધીધામ ખાતે.સિનોગ્રા (તા.અંજાર): તા.19/3રવિવારે સાંજે 4થી 6 દરમિયાન દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ત્રિમંદિર હોલ, સિનોગ્રા તાલુકો અંજાર ખાતે રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો