તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીકમાં 7 કચ્છી ખેલાડી ભાગ લેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીકમાં 7 કચ્છી ખેલાડી ભાગ લેશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં રાજકોટ ખાતે આયોજીત એથ્લેટિક ચેમ્પિયનશીપમાં કચ્છની ટીમે ભાગ લઈ સારું પ્રદશન કર્યંુ હતું. જેમાં ક્વોલીફાઈંગ આંક પુરા કરનાર ઈલાહબાદ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છના સાત એથ્લેટીકો ગુજરાતનું પ્રતિનીધીત્વ કરશે.

રાજકોટ ખાતે ઓપન ગુજરાત માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપ - 2017 યોજવામાં આવી હતી. જેમાં માસ્ટર એથ્લેટીક એસોસિએશન ઓફ કચ્છના નેજા હેઠળ કચ્છની ટીમ પણ રમવા ગઈ હતી.જેમાં સાત એથ્લેટોએ પોતાની ઈવેન્ટમાં વિજેતા થયા હતા અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે રાખેલી ક્વોલીફાઈંગ આંક પુરા કરતા તેમની આગામી 24 થી 27 માર્ચના યોજાનારી ઈલાહાબાદ (યુ.પી.) ખાતેની 38મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશીપ 2017 માટે પસંદગી થઈ હતી. જેમાં મુકેશ સક્શેના, જયંતિ પટેલ, જુમા બાયડ, યોગેશ સલાટ, શૈલેષ ત્રિવેદી, આનંદ ઝોલાપરા, ભુપેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ સાથે કોચની સેવા કંડલા પોર્ટમાં ફરજ બજાવતા દોડવીર એમ. આઈ. અન્સારી આપશે.

ઓપન ગુજરાત એથ્લેટિકમાં સારો દેખાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો