તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પસ્તીમાંથી ફંડ ઉપાર્જન કરી છાત્રોને મદદ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસ્તીમાંથી ફંડ ઉપાર્જન કરી છાત્રોને મદદ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગર સેવા સદને ભુજના પસ્તી ગ્રૂપને 975 કિલો પસ્તી આપી સેવાકીય કાર્ય કર્યું છે, ત્યારે પસ્તીમાંથી ઉપજેલી રકમને માંડવીની પ્રાથમિક શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવામાં આવશે.

2011થી પસ્તી ગ્રૂપ છાપાની પસ્તીનું દાન સ્વીકારી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે, ત્યારે માંડવી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સંસ્થાની પ્રવૃત્તિથી વાકેફ હોઇ માંડવી નગર સેવા સદનની લાયબ્રેરીની પસ્તીનો નિકાલ કરવાનો હોવાથી ભુજના પસ્તી ગ્રૂપને પસ્તીદાન કરવાનું જણાવ્યું હતું. સંસ્થાના સભ્યો દ્વારા માંડવી પાલિકાની 975 કિલો પસ્તી સ્વીકારી અને પસ્તીમાં ઉપજાવેલી રકમ માંડવીની પ્રાથમિક શાળાઓમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને લાભ મળે તે રીતે ઉપયોગ કરવામાં આવશે. વેળાએ પ્રમુખ સુજાતાબેન ભાયાણી, કારોબારી ચેરમેન જિજ્ઞેશભાઇ કષ્ટા, હેમાંગભાઇ કાનાણી, પ્રેમજીભાઇ કેરાઇ, વર્ષાબેન જોષી, જયેશભાઇ ભેદા, કાનજીભાઇ શિરોખા, હેતલ પીઠડિયા હાજર રહીને પસ્તી ગ્રૂપને દાન અપાયું હતું. ગુજરાતમાં આવી પ્રથમ નગરપાલિકા હશે જેણે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા માટે દાખલો બેસાડતું કામ કર્યું છે. પસ્તી ગ્રૂપ દ્વારા માંડવી પાલિકાના તમામ આગેવાનોનો આભાર મનાયો હતો.

પસ્તી અર્પણ કરતા હોદેદારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો