તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાળકોએ સ્ત્રી સલામતીના મુદ્દે કેનવાસ પર રંગો વિખેર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોએ સ્ત્રી સલામતીના મુદ્દે કેનવાસ પર રંગો વિખેર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમહિલા વિકાસ સંગઠન દ્વારા તાજેતરમાં સ્ત્રી સલામતીના મુદ્દે યોજાયેલી કાર્યશાળાના અંતે પ્રતિભાવરૂપે બાળકો દ્વારા દોરાયેલાં ચિત્રોનું પ્રદર્શન સોમવારે યોજાશે.

કેએમવીએસ દ્વારા કિશોરીઓ અને યુવતીઓની સલામતીના મુદ્દે જિલ્લાની 20 જેટલી શાળાઓમાં કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું.કાર્યશાળાના પ્રતિભાવરૂપે બાળકોને ચિત્રો દોરવા માટે સાત વિષયો અપાયા હતા. ભુજ, નખત્રાણા તાલુકાની શાળાઓ અને ભુજના ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકોએ બનાવેલાં 350 જેટલાં ચિત્રોમાંથી પસંદ કરાયેલાં 100 ચિત્રોનું એક પ્રદર્શન સોમવારે સવારે 9:30થી 2 વાગ્યા સુધી વિજયરાજજી લાઇબ્રેરીના હોલમાં રખાયું છે, જેનું ઉદ્દઘાટન પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર. જરગેલા કરશે. બાળકોને ચિત્ર અંગે માર્ગદર્શન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના ચિત્રશિક્ષક મદનસિંહ પરમાર અને ધાત્રી કોઠારીએ આપ્યું છે. બાળકોની કલાને પ્રોત્સાહન આપવા બહોળી સંખ્યામાં લોકોને પ્રદર્શનમાં પધારવા કચ્છ મહિલા વિકાસ સંગઠને નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો